Connect with us

Vadodara

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Published

on

  • વહેલી સવારનો ગાંભીર ગુનો ડીટેક્ટ: નૂતન મહેશ્વર સોસાયટી પાસે પેટ ડોગ સાથે ચાલવા નીકળેલા મહિલા બન્યા હતા ચેઈન સ્નેચિંગનો ભોગ.
  • સરનામું પૂછવાના બહાને ખેલ પાડ્યો: અમદાવાદથી વડોદરા આવી ભાડેથી એક્ટિવા મેળવી તસ્કરે આચરી હતી લૂંટ.
  • અમિતનગર સર્કલ પાસેથી દબોચ્યો: પાણીની ટાંકી વાળા રોડ પર આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી તુષાર ઉર્ફે કાવાને ઝડપ્યો.
  • ટૂટેલી સોનાની ચેઈન અને મોબાઈલ રિકવર: સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ.

વડોદરા શહેરમાં સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળતા નાગરિકો, ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ જેવા ગંભીર ગુના આચરતા તત્વોને સત્વરે શોધી કાઢવા માટે માનનીય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમો સતત કાર્યરત અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં સુભાનપુરા ખાતે બનેલા ચેઈન સ્નેચિંગના ગંભીર અને અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના એક શાતિર આરોપીને સોનાની ચેઈન સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

🧐સરનામું પૂછવાના બહાને આંચકી હતી ચેઈન:

ઘટનાની વિગત એવી છે કે, ગત તા. 19/05/2026 ના રોજ વહેલી સવારના સમયે સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના પેટ ડોગ (પાલતુ શ્વાન) ને લઈને એકલા ચાલવા માટે નીકળ્યા હતા. સવારના આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે તેઓ નૂતન મહેશ્વર સોસાયટી, પામ એક્ઝોટિકા પાસે એક કોમન પ્લોટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે એક અજાણ્યો એક્ટિવા ચાલક તેમની નજીક આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને મહિલાને વાતોમાં પરોવી હતી. તકનો લાભ લઈને આ અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલ આશરે એક તોલા વજનની સોનાની ચેઈન પેંડલ સાથે આંચકી (ઝંટવી) લીધી હતી અને એક્ટિવા પર ફરાર થઈ ગયો હતો. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 304(2) અન્વયે ચેઇન સ્નેચીંગનો ગુનો નોંધાયો હતો.

🎥સીસીટીવી અને હ્યુમન સોર્સથી મળ્યો સગડ:

ગુનો બન્યાની જાણ થતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સક્રિય કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમિતનગરથી પાણીની ટાંકી વાળા રોડ ઉપર આવેલા આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો.

🚨અમદાવાદથી આવી ભાડાની એક્ટિવા પર લૂંટ ચલાવી:

પોલીસે પકડેલા ઇસમની જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની એક તૂટેલી ચેઈન તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સોનાની ચેઈનની માલિકી અંગે કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે, તે તા. 19/05/2026 ના રોજ અમદાવાદથી વડોદરા આવ્યો હતો અને વડોદરાથી વહેલી સવારે એક એક્ટિવા ભાડે મેળવ્યું હતું. આ ભાડાના એક્ટિવાનો ઉપયોગ કરી તેણે સુભાનપુરામાં ડોગ વોકિંગ માટે નીકળેલા મહિલાને ટાર્ગેટ કર્યા હતા અને સરનામું પૂછવાના બહાને ચેઈન તોડી નાસી છૂટ્યો હતો. ગુનો આચર્યા બાદ તેણે ભાડે લીધેલું એક્ટિવા પરત જમા કરાવી દીધું હતું.

👉ઝડપાયેલા આરોપીનું નામ અને સરનામું:

  • તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઇ પરમાર (ઉં.વ. 26, રહે. મકરબા પોલીસ લાઇન, સરખેજ રોડ, અમદાવાદ શહેર; મૂળ ગામ: ભાણપુર, તા. ધાનપુર, જી. દાહોદ).

🚨કબજે કરાયેલો મુદ્દામાલ:

1. એક તૂટેલી સોનાની ચેઈન — કિંમત ₹1,18,400/-

2. એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન — કિંમત ₹5,000/-

  • તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા: 1,23,400/-

👮ક્રાઈમ બ્રાન્ચે આ સોનાની ચેઈન અને મોબાઈલ ફોનને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 203 ની કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કર્યા છે. આ સફળ કામગીરીથી ગોરવા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયો હોવાથી, પકડાયેલા આરોપીનો કબજો આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Continue Reading
Vadodara5 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara3 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara4 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara4 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara4 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara5 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending