Connect with us

Vadodara

વડોદરા: સુભાનપુરાના ‘ભાવનગરી ગાંઠિયા’ના સમોસામાંથી નીકળી જીવાત; ગ્રાહકે હોબાળો મચાવતા વેપારીએ કહ્યું – “અમે બહારથી મંગાવીએ છીએ!”

Published

on

  • 24 કલાકમાં બીજો બનાવ: વડોદરામાં અખાદ્ય ખોરાકનું વેચાણ બેરોકટોક; એક જ દિવસમાં અલગ-અલગ બે વિસ્તારોમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળતા ચકચાર.
  • વેપારીનો લૂલો બચાવ: “સમોસા બહારથી તૈયાર મંગાવીએ છીએ, અંદર શું છે અમને ખબર નથી” કહી ગ્રાહક સામે હાથ અધ્ધર કરતા દુકાનદાર.
  • મોટા વેપારીઓ સામે આંખ આડા કાન: પાલિકાની ખોરાક શાખા માત્ર નાના લારી-ગલ્લાવાળાઓને દંડ ફટકારે છે, મોટા વેપારીઓ સામે કેમ નરમ વલણ? લોકોનો સવાલ.
  • કમિશનરની ચેતવણી બેઅસર: કમિશનર દ્વારા વારંવાર કડક પગલાંની સૂચના છતાં એસી ઓફિસોમાંથી બહાર ન નીકળતા આરોગ્ય વિભાગના અધિકારીઓ.

સંસ્કારી નગરી વડોદરામાં નાગરિકોના આરોગ્ય અને જીવ સાથે વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સતત સામે આવી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત કે કીડા નીકળવાના બે અલગ-અલગ બનાવો સામે આવતા વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા (Food Department) ની પોલ ખુલ્લી પડી ગઈ છે. હજી વાડી વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટના શાંત થઈ નહોતી ત્યાં બુધવારે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ‘ભાવનગરી ગાંઠિયા’ નામના ફરસાણના પ્રખ્યાત આઉટલેટમાંથી ખરીદાયેલા સમોસામાંથી જીવાત મળી આવતા ગ્રાહકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

🧐ગ્રાહક સમોસો ખાવા ગયો ને અંદર જીવાત દેખાઈ:

મળતી માહિતી મુજબ, સુભાનપુરા સ્થિત ‘ભાવનગરી ગાંઠિયા’ની દુકાનેથી એક ગ્રાહકે ખાવા માટે સમોસા ખરીદ્યા હતા. ગ્રાહક જેવો સમોસો ખાવા ગયો કે તરત જ તેની નજર અંદર રહેલી જીવાત પર પડી હતી. આ જોઈને ચોંકી ઉઠેલા ગ્રાહકે તાત્કાલિક દુકાનદારને બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે, પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા વેપારીએ એવો લૂલો બચાવ કર્યો હતો કે, “આ સમોસા અમે જાતે નથી બનાવતા, બહારથી તૈયાર મંગાવીએ છીએ. એટલે અંદર શું છે તેની અમને જાણ નથી.” વેપારીના આવા બેજવાબદાર વર્તનથી ત્યાં હાજર લોકોમાં નારાજગી બમણી થઈ ગઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવો જંતુયુક્ત અને અખાદ્ય સમોસો કોઈ માસૂમ બાળકે ખાઈ લીધો હોત, તો તેના સ્વાસ્થ્ય પર કેટલું મોટું જોખમ ઊભું થઈ શકત?

🤨પાલિકા તંત્ર અને ખોરાક શાખા શંકાના ઘેરામાં:

આ સતત બનતી ઘટનાઓએ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે ખોરાક શાખા માત્ર દેખાવ ખાતર ચેકિંગની નાટકબાજી કરે છે. નાના લારી-ગલ્લા ધારકો કે સામાન્ય વેપારીઓને ત્યાં જઈને મોટા મોટા દંડ ફટકારતા અધિકારીઓ, આવા મોટા સ્તરે ચાલતા ક્વોલિટીના લોચા અને બેદરકારી સામે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? શું મોટા વેપારીઓને પાલિકાના અધિકારીઓનું છૂપું પીઠબળ છે? તેવા સવાલો પ્રજા પૂછી રહી છે.

❓શું કમિશનર દાખલારૂપ કડક કાયદાકીય પગલાં લેશે?

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અવારનવાર અધિકારીઓને કામગીરીમાં વેઠ ઉતારવા બદલ કે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીની કડક ચેતવણીઓ આપવામાં આવી છે. આમ છતાં, માત્ર 24 કલાકમાં પ્રજાના આરોગ્યને જોખમમાં મૂકતા બે ગંભીર બનાવો સામે આવતા કમિશનરના આદેશો હવામાં ઊડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. હવે વડોદરાવાસીઓમાં એ ચર્ચા જોર પકડી રહી છે કે, શું કમિશનર લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા નફ્ફટ વેપારીઓ અને તેમને છાવરતા બેદરકાર ફૂડ ઓફિસરો સામે કોઈ કડક તેમજ દાખલારૂપ કાર્યવાહી કરશે, કે પછી આ મામલો પણ દર વખતની જેમ માત્ર કાગળ પર નોટિસ આપીને દબાવી દેવાશે?

🫵પ્રજાના ટેક્સના પૈસેથી લાખો રૂપિયાનો પગાર મેળવતા અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહેવાના બદલે મેદાનમાં ઉતરીને તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને ફરસાણના ડેપો પર વહેલી તકે કડક ચેકિંગ હાથ ધરે તેવી લોક માંગ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે.

Continue Reading
Vadodara2 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli4 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi4 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara5 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara5 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara5 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara6 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara6 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending