Connect with us

Vadodara

વડોદરા ભાજપમાં અસંતુષ્ટોએ સોશ્યલ મીડિયામાં “કોમેન્ટ વોર” શરૂ કરી,નવા ઉમેદવાર હેમાંગ જોષીનો વિરોધ કર્યો

Published

on



વડોદરાની લોકસભા બેઠક પર ના ડખ્ખા માટે બન્યા માથાના દુખાવા સમાન. વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટ બાદ હવે ભાજપના ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હવે તો વિરોધ એટલો વધી રહ્યો છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ કરી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રીએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢી વિરોધ કર્યો.

Advertisement



ગુજરાત ભાજપમાં અસંતોષની આગ ભડકી રહી છે. એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ હોટ સીટ બનેલી વડોદરા લોકસભા બેઠક પર જ્યાર થી ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી છે ત્યાર થી જ આંતરિક મતભેદ સપાટી પર આવવા લાગ્યા છે. અને હવે ફરી એકવાર આ બેઠક ચર્ચામાં આવી છે જેનું કારણ છે વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રી પ્રિતેશ શાહે કોમેન્ટ કરી રોષ ઠાલવ્યો.



પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યલય મંત્રી પ્રિતેશ શાહે એવી કોમેન્ટ કરી કે, “વડોદરા નારી શક્તિનું અપમાન, ટીકીટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.” જોકે, પ્રિતેશ શાહની આવી પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.



મહત્વનું છે કે, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠકથી જંગી મતે જીત મેળવી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં વારાણસી બેઠક પરથી પોતે સાંસદ રહ્યાં અને વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ વડોદરામાં તેમની જગ્યાએ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવી હતી. 2014 અને 2019 એમ બે ચૂંટણીમાં રંજનબેન ભટ્ટે સારી લીડથી ચૂંટણી જીતી હતી. પરંતુ હવે આ ઐતિહાસિક બેઠક પર લોકસભા 2024 માં પણ રંજનબેનને રીપીટ કરવામાં આવતા પાર્ટીમાં અંદરખાને ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી. જેથી આખરે રંજનબેન ભટ્ટે પીછેહઠ કરી છે. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.

Advertisement

Vadodara3 days ago

વડોદરા જિલ્લાની સૌથી ખર્ચાળ કહેવાતી પોર ગ્રામપંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ

Savli4 days ago

ભાઈબંધ મારો નેતા, તો કાર્યવાહીની શું ચિંતા?, SMCના દરોડા બાદ પણ બુટલેગરોના ગેરકાયદેસર દબાણોને આંચ નથી આવી!

Vadodara5 days ago

લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો, વાહન ચાલકોએ જવાનું ટાળ્યું

Vadodara5 days ago

સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગી

Vadodara5 days ago

સંતાનના નકલી બર્થ સર્ટિફિકેટ સાથે મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ શરૂ

Vadodara1 week ago

અર્થ યુફોરિયા બિલ્ડિંગ વિવાદમાં, વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડયાની ફરિયાદ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચ્યા પાલિકાના સત્તાધીશો, 95 ટકા કામગીરી પૂર્ણ

Vadodara2 weeks ago

સસ્તામાં અમેરિકન ડોલર મેળવવાના ચક્કરમાં થેલી ભરેલા રૂપિયા ગુમાવ્યા

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra10 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Savli10 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara4 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara4 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara6 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara10 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara11 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending