Connect with us

Dabhoi

ડભોઇ: ભારે વરસાદના પગલે નંદેરીયા ગામના મુખ્ય માર્ગ પર નાના પુલના મધ્ય ભાગનું મોટા પાયે ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો

Published

on

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ નંદેરીયા ગામમાં પ્રવેશવાના એકમાત્ર માર્ગ ઉપર આવેલ નાના પુલ નું ધોવાણ થઈ બેસી જતા આ માર્ગ પરનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે.

જોકે આ પુલની સમારકામની કામગીરી ગ્રામ પંચાયત અંતર્ગત આવતી હોય તંત્ર દ્વારા યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જેથી વરસાદના વિરામ બાદ પુલ અને માર્ગ નું જરૂરી સમારકામ કરાવી શકાય અને રાબેતા મુજબ આ માર્ગ પર પુનઃ વ્યવહાર કાર્યરત થવાથી વિદ્યા અભ્યાસ માટે ચાંદોદ આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.

Advertisement

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dabhoi

ચર્ચાસ્પદ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ડભોઇના મોટા હબીપુરા ગામેથી અપહરણ

Published

on

વિધર્મી સાથે મૈત્રી કારરથી રહેતા વડોદરા જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા મહિલા કોન્સ્ટેબલનું ફરી એક વાર ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામેથી અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ડભોઇ પોલીસે 15 જેટલા શખ્સો આમે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય આગાઉ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી મૂકી હતી. પોલીસ કર્મચારીનું અપહરણ થાય તો સામાન્ય જનતાની સુરક્ષા કોણ કરશે તેવા પ્રશ્નો પણ ઉભા થયા હતા. જ્યારે હાલ મહિલા કોન્સ્ટેબ મણીબેન ચૌધરી રાજકોટ સિટીમાં ફરજ બજાવે છે. ત્યારે ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે મુસ્લિમ યુવક સાથે રહેતા મણીબેનનું ફરીએક વાર અપહરણ થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.

Advertisement

હબીપુરા ગામના સદ્દામહુસેન સિકંદરખાન ગરાસિયા સાથે કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મૈત્રી કરાર આધારે સાથે રહે છે. આજે સવારે જ્યારે મણીબેન તેઓના ઘરે હતા ત્યારે 15 જેટલા શખ્સો મારક હથિયારો સાથે ઘરમાં ધસી આવ્યા હતા. એક વ્યક્તિના હાથમાં ગુપ્તિ જેવું હથિયાર હતું જયારે કેટલાક ઈસમો પાસે બેઝબોલ સ્ટીક હતી. દરવાજો તોડીને ઘરમાં પ્રવેશેલા હુમલાખોરોએ મહિલા કોન્સ્ટેબલના પુરુષ મિત્ર સદ્દામહુસેનને માર માર્યો હતો. અને મણીબેનને ઉઠાવીને પાલયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અને સદ્દામહુસેન ગરાસિયાએ 15 જેટલા અજાણ્યા શખ્સો સામે ડભોઇ પોલીસ મથકે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધાવ્યો છે. જ્યારે પોલીસે અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે.


મહત્વનું છે કે અગાઉ પણ ડેસર પોલીસ મથક માંથી મણીબેન ચૌધરીનું અપહરણ થઈ ચૂક્યું છે. જે ઘટનામાં પણ હજી પોલીસે આરોપીઓ મળ્યાં નહીં એક પોલીસ કોન્સ્ટેબલનું જો અપહરણ થઈ જતું હોય અને પોલીસને ગુન્હેગારો મળતા ન હોય તો સામાન્ય નાગરિકોની શું વિસાત?

Advertisement
Continue Reading

Dabhoi

રાયોટિંગના ગુન્હામાં 28 વર્ષે હાઈકોર્ટે ડભોઇના ભાજપના ધારાસભ્ય સહિત 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Published

on

જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા વર્ષ 1995ની તા. 24 સપ્ટેબર ના રોજ પાણીગેટ પોલીસની સાથે રાખી ભરવાડોના દબાણ દૂર કરવાની કામગીરી કરતા સમયે હુલ્લડ થતા પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ સહીત 8 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જે હુલ્લડના બનાવમાં પાણીગેટ પોલીસે હાલના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સહિત કુલ 28 આરોપી સામે રાયોટિંગ તથા હત્યાની કોશિશનો ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને 1 વર્ષની સજા થઇ હતી.

હુલ્લડના કેસમાં આરોપી થયેલ શૈલેષ મેહતા તે સમયે વાઘોડિયા રોડના કોંગ્રેસના કોર્પોરેટર હતા હાલ તેઓ ભાજપના ધારાસભ્ય છે. હુલ્લડના કેસ માં તેમના સહીત અન્ય આરોપી ઓની પણ પોલીસ દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે શૈલેષ મહેતા સહિત 6 આરોપીઓને 27મી સપ્ટેમ્બર 2000ના રોજ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે ચૂકાદો હાઇકોર્ટમાં પડકારતા હતો. આજે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા અન્ય આરોપીઓની અપીલ ચાલી જતા તેઓના વકીલ તરફે થયેલ રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી શૈલેષ મહેતા સહિત 6 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો જેથી 28 વર્ષ જૂના કેસમાં તેઓને મોટી રાહત મળી છે.

Advertisement

Continue Reading

Trending