City
માંજલપુર હિટ એન્ડ રન કેસમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા
Published
1 year agoon
વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ચાર દિવસ અગાઉ બેફામ જઇ રહેલા કારચાલકે ક્લિનિક પરથી મોપેડ પર ઘરે જઈ રહેલ મહિલા ફિઝિયોથેરાપિસ્ટને ટક્કર મારીને ફંગોળી દઈ કાર ચાલક ફરાર થઇ ગયો હતો આ અકસ્માત માં મહિલાને બ્રેઇન હેમરેજ થતાં હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇર્જાગ્રસ્ત મહિલાના પતિ માંજલપુર પોલીસે મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવા જતા ફરજ પરના હાજર પોલીસ કર્મચારીએ તેમની ફરિયાદ નહિ લઇ તેમને વારંવાર ધક્કા ખવડાવતા ફરજમાં બેદરકારી બદલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગત તા. 23 જુલાઈના રોજ માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ વંદના ટેનામેન્ટમાં રહેતા અને ક્લિનિક ચલાવતા ફિઝિયોથેરાપિસ્ટ મહિલા ડો. ઉમાબેન ચૌહાણ સાંજના સાત વાગ્યાની આસપાસ ક્લિનિક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે પુરઝડપે પાછળ થી ઘસી આવેલ કારચાલકે ફિઝિયોથેરાપિસ્ટને ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સમગ્ર મામલે ઈર્જગ્રસ્ત ડો. ઉમાબેન ના પતિ સત્યમકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ પરિવાર સાથે માંજલપુર પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ પોલીસ મથકમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી દ્ધારા 3 વખત ઘક્કા ખવડાવ્યા છતાં પણ ફરિયાદ નોંધી નહોતી જે બાબત ડીસીબી યશપાલ જાગાણીયાના ધ્યાને આવતા માંજલપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કનુભાઈ રૂમાલભાઈ તડવીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો