City

માંજલપુર હિટ એન્ડ રન કેસમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા

Published

on

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ચાર દિવસ અગાઉ બેફામ જઇ રહેલા કારચાલકે ક્લિનિક પરથી મોપેડ પર ઘરે જઈ રહેલ મહિલા ફિઝિયોથેરાપિસ્ટને ટક્કર મારીને ફંગોળી દઈ કાર ચાલક ફરાર થઇ ગયો હતો આ અકસ્માત માં મહિલાને બ્રેઇન હેમરેજ થતાં હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇર્જાગ્રસ્ત મહિલાના પતિ માંજલપુર પોલીસે મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવા જતા ફરજ પરના હાજર પોલીસ કર્મચારીએ તેમની ફરિયાદ નહિ લઇ તેમને વારંવાર ધક્કા ખવડાવતા ફરજમાં બેદરકારી બદલ પોલીસ મથકના  હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગત તા. 23 જુલાઈના રોજ માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ વંદના ટેનામેન્ટમાં રહેતા અને ક્લિનિક ચલાવતા ફિઝિયોથેરાપિસ્ટ મહિલા ડો. ઉમાબેન ચૌહાણ સાંજના સાત વાગ્યાની આસપાસ ક્લિનિક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે પુરઝડપે પાછળ થી ઘસી આવેલ કારચાલકે ફિઝિયોથેરાપિસ્ટને ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

Advertisement

સમગ્ર મામલે ઈર્જગ્રસ્ત ડો. ઉમાબેન ના પતિ સત્યમકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણ પરિવાર સાથે માંજલપુર પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ પોલીસ મથકમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી દ્ધારા 3 વખત ઘક્કા ખવડાવ્યા છતાં પણ ફરિયાદ નોંધી નહોતી જે બાબત ડીસીબી યશપાલ જાગાણીયાના ધ્યાને આવતા માંજલપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કનુભાઈ રૂમાલભાઈ તડવીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version