દિલ્હી-એનસીઆરમાં વાઈુ પ્રદૂષણ ફરી ‘ગંભીર’ સ્થિતિમાં, AQI 372 સુધી પહોચ્યો, શ્વાસ માટે જોખમી.
- NCR શહેરોમાં પણ પ્રદૂષણ ઉંચા સ્તરે, ફરીદાબાદ (312), ગાઝિયાબાદ (318), ગ્રેટર નોઈડા (325), ગુરુગ્રામ (328), નોઈડા (310) .
- હવામાન વિભાગ અનુસાર, ઠંડી વધવી અને ધૂંધ થવા લાગેલી, તાપમાન લઘુત્તમ 11°C, દિવસમાં 27-28°C.બજારોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી.
- દરેક રોજ ઓછામાં ઓછું ₹100 કરોડનું નુકસાન, ખરીદી માટે બહાર જવું ટાળે છે.
દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર બન્યું છે. સોમવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 372 નોંધાયો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 300 થી 400 વચ્ચે નોંધાયો છે, જ્યારે NCRના શહેરો — ફરીદાબાદ (312), ગાઝિયાબાદ (318), ગ્રેટર નોઈડા (325), ગુરુગ્રામ (328) અને નોઈડા (310) —માં હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ થી ‘ગંભીર’ શ્રેણીમાં છે.
પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને હૃદય-ફેફસાંની બીમારીઓ વધી શકે છે. ઘણી જગ્યાએ લોકોમાં ગળાના દુઃખાવા અને શ્વાસ ફૂલવા જેવી ફરિયાદો વધતી જોવા મળી છે. આ વચ્ચે, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11°C સુધી ઘટ્યું છે, જ્યારે દિવસનું તાપમાન 27-28°C છે.
હવામાન વિભાગએ જણાવ્યું કે 15-20 કિમી પ્રતિ કલાકની ઠંડી હવાના કારણે સવાર અને સાંજ વધુ ઠંડી અનુભવાઈ શકે છે.વેપારીઓને ભારે આર્થિક ઝાટકોવધતા પ્રદૂષણથી હવે દિલ્હીના વેપારીઓ પર પણ આંચકો પડ્યો છે. ગ્રાહકો ખરીદી માટે બહાર નીકળતા નથી, જેના કારણે બજારોમાં સન્નાટા છવાઈ ગયો છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે.
બ્રિજેશ ગોયલના જણાવ્યા મુજબ, દિલ્હીના બજારોમાં રોજ ગ્રાહકોની સંખ્યા 3-4 લાખથી ઘટીને માત્ર 1 લાખ જેટલી રહી ગઈ છે, જેના કારણે વેપારને રોજના આશરે ₹100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. લગ્ન સિઝન દરમિયાન પણ ગ્રાહકોના અભાવે બજારોમાં રોનક ઘટી ગઈ છે.
CTIના મહાસચિવ ગુરમીત અરોરા અને ઉપાધ્યક્ષ દીપક ગર્ગે જણાવ્યું કે સમસ્યા માત્ર દિલ્હીની નથી, NCRના બધા વિસ્તારો — નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપત —માં હવાની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ રાજ્યો સાથે મળીને પગલાં નહીં ભરે, ત્યાં સુધી કાયમી સમાધાન શક્ય નથી.
વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ આપી ચેતવણીહવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હવાની ધીમી ગતિ, તાપમાનમાં ઘટાડો અને ભેજ વધવાથી હવામાં રહેલા પ્રદૂષકો ઉપર ચડી શકતા નથી. સાથે જ, આસપાસના રાજ્યોમાં પરાળ સળગાવવાથી ધુમાડાનું ઘન સ્તર વધ્યું છે.સરકાર દ્વારા વાહનો પર પ્રતિબંધ, બાંધકામ નિયંત્રણ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ જેવા પગલાં લેવામાં આવ્યા છતાં હવામાં ખાસ સુધારો થયો નથી. ડૉક્ટરોની સલાહ છે કે લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, શક્ય તેટલું ઓછું બહાર નીકળે અને બહાર જતી વખતે N-95 માસ્ક પહેરે.