ઘટનામાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ ગયો.
કોલ વડોદરા ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટનાની જાણ થતા છાણી ફાયર સ્ટેશનથી ફાયર લાશકરો કોયલી ખાતે જવા રવાના થયા.
મેડિકલ સ્ટોરમાં લાગેલી આગનું કારણ હાલ જાણી શકાયું નથી. જ્યારે સમગ્ર દુર્ઘટનામાં લાખોનું નુકસાન આંકવામાં આવ્યુ.
વડોદરા શહેર નજીક કોયલી ગામે આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આજે વહેલી સવારે વડોદરા શહેર નજીક કોયલી ગામે ગોવર્ધન પ્રોવિઝન સ્ટોર ની સામે કોયલી ત્રણ રસ્તા પાસે દુકાનો સળગે છે. તેઓ કોલ વડોદરા ફાયર બ્રિગેડને મળ્યો હતો. ઘટનાની જાણ થતા છાણી ફાયર સ્ટેશનથી ફાયર લાશકરો કોયલી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં સાગર પ્લાઝા નામની બિલ્ડિંગમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.
ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યાં ભારે જહેમતે ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. આગની દુર્ઘટનામાં આસપાસની દુકાનો પણ આગની લપેટમાં આવી જાય તેવી ભીતિને લઈને સ્થળ પર ટોળેટોળા એકત્રિત થયા હતા. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગનું કારણ હાલ જાણી શકાયું નથી. જ્યારે સમગ્ર દુર્ઘટનામાં લાખોનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે.