છાણી વિસ્તારમાં આવેલા ‘આલ્ફા હીલિંગ સેન્ટર’માં 14 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મની ઘટના બની.આરોપી: યોગ અને મેડિટેશન શિક્ષક ડો. રૂપેશ પટેલ.
- 3 નવેમ્બર.આરોપી દ્વારા મેડિટેશનના બહાને સગીરાને પોતાની કેબિનમાં બોલાવી ગુનાહિત કૃત્ય આચર્યું.
- સગીરા ઘેર ભયભીત થઈ બહાર દોડી આવી અને મદદ માગી.
- પીડિતાની માતાની ફરિયાદ બાદ ફતેગંજ પોલીસે તરત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી.
સંસ્કારી નગરી વડોદરામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા હીલિંગ સેન્ટરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, આ ઘટના છાણી વિસ્તારમાં આવેલા ‘આલ્ફા હીલિંગ સેન્ટર’માં બની હતી. અહીં સારવાર અને મેડિટેશન માટે આવેલા 14 વર્ષીય બાળકી સાથે યોગ અને મેડિટેશન શીખવતા શિક્ષક ડો. રૂપેશ પટેલે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાય છે.
ફરિયાદ અનુસાર, ગત તારીખ 3ના રોજ ડો. રૂપેશે મેડિટેશન કરાવવાની આડમાં સગીરાને પોતાની કેબિનમાં બોલાવી ગુનાહિત કૃત્ય અંજામ આપ્યો હતો. ત્યારબાદ ગભરાયેલી સગીરા કેબિનમાંથી બહાર દોડતી નીકળી આવી હતી અને રડતાં-રડતાં અન્ય દર્દીઓ પાસે મદદ માંગી હતી.તે સમયે આરોપી ડો. રૂપેશે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને કારણે માનસિક રીતે વ્યથિત થયેલી બાળકી સેન્ટર પરથી કૂદીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ અંગે જાણ થતાં જ બાળકીની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ બનાવે શિક્ષણ અને હીલિંગના નામે ચાલતા આવા સેન્ટરોની વિશ્વસનીયતા વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.