Vadodara

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો કાળો કહેર: એક જ રાત્રે બે અકસ્માત, યુવકનું કરૂણ મોત

Published

on

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, લોકોના જીવને પડકાર.એક જ રાતમાં રખડતા ઢોરના કારણે બે ગંભીર રોડ અકસ્માત.

  • મહેસાણા નગર પાસે બાઇકચાલક સંદીપ નેગીનું ઢોર સાથે અથડાતા દુઃખદ મોત.
  • સોમાતળાવ વિસ્તારમાં પણ બુલેટચાલક યુવક ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • વારંવાર રજૂઆતો છતાં વડોદરા મહાનગરપાલિકા રખડતા ઢોરના મુદ્દે નિષ્ક્રિય.

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સ્તરે પહોંચી ગયો છે. એક જ રાત્રિ દરમિયાન શહેરમાં રખડતા ઢોરના કારણે બે ગંભીર અકસ્માતોએ શહેરજનોને ચોંકાવી દીધા છે. જેમાં એક બાઇકચાલક યુવકનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જ્યારે પહેલો અકસ્માત મહેસાણા નગર વિસ્તારમાં મધરાતે થયો હતો. સંદીપ નેગી નામના યુવક પોતાની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક રખડતું ઢોર રસ્તા પર આવી જતા તેનો સંતુલન બગડ્યો અને બાઇક સાથે પટકાઈ ગયો. ગંભીર રીતે ઘવાયેલા સંદીપ નેગીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવનો CCTV ફૂટેજ સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

જ્યારે બીજો અકસ્માત સોમાતળાવ વિસ્તાર નજીક નોંધાયો હતો. રખડતા ઢોર અચાનક રસ્તા પર આવતા બુલેટચાલક યુવક તેની સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે યુવક રોડ પર લાંબા અંતર સુધી ઢસડાઈ ગયો હતો. હાલ તે યુવકને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.એક જ રાતમાં બનેલા આ બે બનાવોએ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

નાગરિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર રખડતા ઢોરના મુદ્દે ગંભીરતાથી પગલાં લેનાર નથી. શહેરમાં ઢોરના કારણે રોજબરોજ અકસ્માતોના બનાવો બનતાંય તંત્ર મૌન છે.શહેરજનો હવે માગ કરી રહ્યા છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક યુદ્ધના ધોરણે રખડતા ઢોર સામે અભિયાન ચલાવીને આ જીવલેણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.

Trending

Exit mobile version