વડોદરા શહેરના હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે એક મોપેડ ની ડેકી તોડીને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હતી.
- ગોલ્ડન ચોકડી નજીક આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડની ડેકી તોડીને ડેકી માંથી રોકડ રૂપિયાની ચોરી કરી.
- બે આરોપીઓની એલસીબી ઝોન 4 દ્વારા ધરપકડ કરવામાં આવી.
- તેઓ પાસેથી રોકડ 1,07,000 રૂપિયા મળી આવ્યા.
વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડની ડેકી તોડીને ડેકી માંથી રોકડ રૂપિયાની ચોરી કરનાર બે આરોપીઓની એલસીબી ઝોન 4 દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેઓ પાસેથી ચોરી થયેલા રોકડ રકમ ને પણ કબજે લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે એક મોપેડ ની ડેકી તોડીને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હતી. આ ચોરી કરનાર 2 ઇસમો અમિત નગર ચાર રસ્તા પાસે હાજર હોવાની માહિતી એલસીબી ઝોન 4ની ટીમને મળતા પોલીસે સ્થળ પર જઈને બંને શખમંદોની તપાસ હાથ ધરી હતી.
જેમાં તેઓ પાસેથી રોકડ 1,07,000 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ રોકડ રકમ મોકલીની ડેકી તોડીને ચોરી કર્યા હોવાની બંને કબુલાત કરી હતી. પોલીસે કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા વસીમખાન યુસુફખાન પઠાણ તેમજ ભાંડવાડા ખાતે રહેતા મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝાની ધરપકડ કરીને ચોરી થયેલ રોકડ રકમ, ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી એકટીવા, બે મોબાઈલ ફોન મળીને 1,37,500નો મુદ્દામાલ કબજે લીધો છે.
જ્યારે આરોપી વસીમખાન પઠાણ પર વાહનચોરી, ગુજ્સીટોક, મારામારી સહિત કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી મહમદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા વિરુદ્ધ મોબાઈલ ચોરી, મારામારી સહિત છ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.