વર્ષો સુધી ઊંઘતા રહેલા પાલિકાના અધિકારીઓને એકાએક પોતાની આંખ ઉઘડતા હવે આડેધડ મિલકતો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પાલિકા ની વડી કચેરી ખંડેરાવ માર્કેટની બિલકુલ બાજુમાં આવેલા વ્રજ સિદ્ધિ ટાવરમાં આજે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા B.U સર્ટિફિકેટ ન હોવાને કારણે અનેક મિલકતોને સીલ કરી દીધી હતી. જ્યારે સ્થાનિક હોય તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં પાલિકા તંત્રોની ઝાટકણી કાઢવામાં આવી છે. અને તેને લઈને ફાયર સેફટી ના સાધનો અને અન્ય નિષ્કાળજીઓની તપાસણી કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધિ ટાવરમાં ફાયર એનઓસી ન હોવાને કારણે આઠ દિવસ સુધી સમગ્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન આપી દેવામાં આવ્યું હતું. જે બાદ કોમ્પ્લેક્સના વેપારી એસોસિએશન દ્વારા ફાયર સેફટીના સાધનોના ઇન્સ્ટોલેશન માટેનો ઈજારો પણ આપી દેવામાં આવ્યો છે. પાલિકાને વેપારી એસોસિએશનની કામગીરીથી સંતુષ્ટ થતા વિજ કનેક્શન ફરી એકવાર જોડી દેવામાં આવ્યું હતું.
જોકે હવે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને વ્રજ સિદ્ધિ ટાવરના B.U સર્ટિફિકેટ ન હોવાની ચિંતા ઊભી થઈ છે. 30 વર્ષથી પણ જુના આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં પાલિકા અત્યાર સુધી બીયુ સર્ટિફિકેટ વિના વેરો ઉઘરાવતી હતી જ્યારે હવે પાલિકાએ B.U સર્ટિફિકેટ ન હોવાને કારણે વ્રજ સિદ્ધિ ટાવરની અનેક મિલકતોને સીલ કરવાની કામગીરી આજે હાથ ધરી હતી. વ્રજ સિદ્ધિ ટાવરમાં આર્કિટેક થી લઈને વકીલો ની ઓફીસો તેમજ મોબાઇલ માર્કેટ આવેલું છે જેમાં અનેક મિલકતો શીલ થતા વેપારીઓ રોષે ભરાયા હતા.
Advertisement
વ્રજ સિદ્ધિ ટાવરમાં ઓફિસ ધરાવતા જાણીતા ધારાશાસ્ત્રી સ્નેહલ શાહે પાલિકાના તંત્ર પર આક્ષેપો કર્યા હતા કે, બિલ્ડર દ્વારા ૩૦ વર્ષ પહેલા બિલ્ડીંગનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી પાલિકા તંત્ર કેમ ઊંઘતું હતું? B.U સર્ટિફિકેટ વિના પાલિકા તંત્ર દ્વારા વેરો પણ વસૂલવામાં આવ્યો છે.
Advertisement
થોડા સમય પહેલા ફાયર એનઓસી ના અભાવે વીજ કનેક્શન આપી દેવામાં આવ્યું હતું જે બાદ નવી ફાયર સિસ્ટમ શરૂ કરવા માટે ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે અને વીજ કનેક્શન ત્યારબાદ જોડવામાં આવ્યું હતું. હવે પાલિકાને અચાનક B.U સર્ટિફિકેટ ની ચિંતા થઈ રહી છે સર્ટિફિકેટ ન હોવાને કારણે કોઈ હોનારત સર્જાય તેવી સ્થિતિ નથી છતાં પણ પાલિકા દ્વારા જાણી જોઈને સ્થાનિક વેપારીઓ તેમજ મિલકત ધારકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ધારાસભ્ય સ્નેહલ શાહે કર્યા હતા