Vadodara
કાયદેસર ડેન્ટલ ક્લિનિક શરૂ કરીને ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યો
Published
1 year agoon
વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં વગર ડિગ્રીએ ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ કરનાર બોગસ તબીબને ઝડપી પાડીને 15 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
વડોદરા શહેરના એક જાગૃત નાગરિકર માંજલપુર પોલીસને જાણ કરી હતી કે કલાલી રોડ પર આવેલા પાર્ક પેરેડાઈઝ કોમ્પલેક્ષના દુકાન નંબર 124 શિવશક્તિ ડેન્ટલ ક્લિનિક નામે ડોકટર દાંતના દર્દનો ઈલાજ કરે છે. જોકે તેઓ પાસે કોઈ ડિગ્રી નથી. જે માહિતીના આધારે પોલીસે ક્લિનિકમાં જઈને તપાસ કરતા ડોકટર બની ને બેઠેલા સંતોષકુમાર સુરેશચંદ્ર ચકની પૂછપરછ કરી હતી. બનાવટી ડોકટર પાસે ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ કરવા માટેની કોઈ ડિગ્રી ન હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.
બોગસ તબીબ સંતોષકુમાર ચક રહે. શ્યામલ સોસાયટી ગાયત્રી મંદિર પાસે વાઘોડિયા રોડ, મૂળ રહે આગ્રા ઉત્તરપ્રદેશની ધરપકડ કરીને ક્લિનિકમાં વાપરવામાં આવતા મેડિકલ સરસામાનનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!