Connect with us

Madhya Gujarat

50 ફૂટ ઉચી ટાંકી ઉપર જીવન ટુંકાવવા ચઢેલા ત્રણ સંતાનના પિતાને સમજાવટ બાદ નીચે ઉતરતા પગ લપસ્યો,નીચે પટકાતા મોત

Published

on

છોટાઉદેપુર જિલ્લામાં આજે ત્રણ સંતાનોના પિતા સિંધી ટાઉન બસ સ્ટેન્ડ પાસે આવેલ 50 ફૂટ ઉચી ટાંકી ઉપર અગમ્યકારણોસર જીવન ટુંકાવનાના આશય સાથે આત્મહત્યાના કરવા ચડી ગયા હતા જેને પગલે લોકટોળા સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા લોકોની સમજાવટ બાદ આત્મહત્યા કરવાનો નિર્ણય પડતો મૂકી ત્રણ સંતાનોના પિતા 50 ફૂટ ઉચી ટાંકી ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન તેમનો પગ લપસી જતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયેલ ચાર સંતાનોના પિતાનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી

https://www.instagram.com/reel/C17JUkhoE4L/?igsh=MWdkajRscDJvZjB4aA==



આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સિંધી નગર વિસ્તારમાં રહેતા ત્રણ સંતાનોના પિતા ઇમરાનગોરી કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે આજે ઇમરાનભાઈ અગમ્યકારણોસર ઘર નજીક આવેલ સિંધી ટાઉન બસ સ્ટેન્ડ પાસેની 50 ફૂટ ઉચી ટાંકી ઉપર જીવન ટુંકાવનાના આશય સાથે આત્મહત્યાના કરવા ટાંકી પર ચડી જતા લોકટોળા એકત્રિત થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરતા ફાયર લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



ઘટના અંગે ઇમરાન ગોરીના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક પરિવાર જાણો ટાંકી ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનો તેમજ લોકટોળાની સમજાવટ બાદ ઇમરાન ગોરીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય પડતો મૂકી ટાંકી પર થી નીચે ઉતરી રહ્યો હતો દરમિયાન દુર્ભાગ્યવશ ઇમરાન ગોરીનો પગ લપસી જતા તે 50 ફૂટ ઉંચી ટાંકી પરથી નીચે પટકાયો હતો અને તે ને ગંભીર ઇર્જાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેને દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Madhya Gujarat

શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલની બાલ્કની એકાએક તૂટી પડી,એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત: શાળા ઇમારતની મજબૂતી પર પ્રશ્નાર્થ

Published

on

શહેરના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય માં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. શાાના નીચેના ભાગે સાયકલ પાર્ક કરીને વિદ્યાર્થી અંદર આવે તે પહેલવા જ તેના પર છતનો ભાગ પડ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું શાળા સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હરણી બોટકાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ઠેર ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું. છતાં અકસ્માતની ઘટના અટકી નથી. આજે ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં છતનો એક ભાગ તુટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. અને 6 – 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બાળકોને વાલીઓને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે શાળાઓમાં સઘન સેફ્ટી ચેકીંગ હાથ ધરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ફાયર અધિકારી જણાવે છે કે, ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે, નારાયણ વિદ્યાલયમાં પાછળની દિવાલ ઘસી પડી છે. અમે અહિંયા આવ્યા ત્યારે જોયું કે એક છોકરો ઇજાગ્રસ્ત થયો છે. અને તેને 2 – 4 ટાંકા આવ્યા છે. લોબીનો ભાગ પડ્યો છે. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો છે. આ કાટમાળમાં 5 – 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે.

કોર્પોરેટર અલકાબેને જણાવ્યું કે, આ બાબત ગંભીર છે. મેં અત્યારે ટીચર જોડે વાત કરી, તેમને પુછ્યું કે જર્જરિત હતું, તો તેમણે ના પાડી. મેં પુછ્યું કે શું રિનોવેશન ચાલે છે, તેમણે હા કહ્યું. હાલમાં બારીઓમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જ્યાં જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી. તેમને રિનોવેશન કરવા માટે જણાવ્યા છતાં તેમણે કરાવ્યું ન્હતું. જો બાળકો ક્લાસરૂમમાં હોત અને કોઇ મોટી દુર્ઘટના થઇ હોત તો તેના માટે જવાબદાર કોણ !

ACP પલસાણા જણાવે છે કે, કંટ્રોલમાં નારાયણ સ્કુલમાં ત્યાં ગેલેરીનો ભાગ ધરાશાયી થયાની હકીકત હતી. એક બાળકને માથાના ભાગે ટાંકા આવ્યા છે. બીજા કોઇને કોઇ ઇજા નથી. જે ભાગ ધરાશાયી થયો ત્યાં સાયકલનું પાર્કિંગ હતું. બાળકો સાયકલ લેવા માટે ગયેલા, ત્યારે આ ઘટના બની છે. અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ વધુ નક્કી કરી શકાશે, જે કોઇ જવાબદાર ઠરશે તો તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે.

સેકન્ડરી વિભાગના શિક્ષક ધર્મેશ શાહ જણાવે છે કે, આ ઘટના 12 – 30 ની છે. અમારી પાસે જરૂરી બધાય સર્ટીફીકેટ છે. દિવાલ બરાબર હતી, વરસાદમાં દિવાલમાં ભેજના કારણે દિવાલ પડી હોઇ શકે છે. એક છોકરાને વાગ્યું છે. તે વખતે રીસેશનો સમય હતો, ક્લાસમાં કોઇ છોકરા ન્હતા. જે ભાગ પડ્યો છે, તે મોર્નિંગ શિફ્ટનો હતો. છુટવાના સમયે આ ઘટના બની હતી.

પ્રિન્સીપાલ રૂપલબેન શાહ જણાવે છે કે, આ બનાવ 12 – 30 નો છે. તે વખતે અમે ઓફીસમાં હતા. બાળકો નીચે હતા. અને અચાનક આ ઘટના બની છે. અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં ગયા હતા. બાળકને માથામાં ટાંકા આવ્યા છે. બાળકનું નામ સુથાર ધૈર્ય છે. બાળક નીચે હતું. અમારૂ બિલ્ડીંગ 2001 થી બનેલું છે. આવું પડશે તેનો કોઇ અંદાજ ન્હતો.

Continue Reading

Madhya Gujarat

અનંત અંબાણીના લગ્ન સ્થળે બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવક વડોદરાનો નીકળ્યો, મુંબઈ પોલીસે ધરપકડ કરી

Published

on

અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર યુવક વડોદરાનો નીકળ્યો. મુંબઈ પોલીસે વિરલ આસરા નામના યુવકને વડોદરા ના આજવા રોડ ખાતેના એક એપાર્મેન્ટ માંથી ઝડપી પાડ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી અંનત અંબાણીના લગ્ન સ્થળે બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી.

બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવ્યા. અનંત અને રાધિકાના આલીશાન લગ્ન સમારોહ મુંબઈના જીઓ કન્વેનશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા. જ્યાં દેશ-વિદેશના દિગ્ગ્જ તેમજ નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ પહેલા જ સોશિયલ મીડિયા મારફતે અંનત અંબાણીના લગ્ન સ્થળ જીઓ કન્વેનશન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ હતી.

અને આખરે બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવકની વડોદરા થી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર આવેલ સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી વિરલ આસરા નામના યુવકની ધરપકડ કરી છે. વિરલ કલ્પેશભાઈ આસરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જેથી મુંબઈ પોલીસે વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખી વિરલની ધરપકડ કરી છે. અને ધરપકડ બાદ વિરલ આસરાને મુંબઈ લઇ જવાયો છે.

Continue Reading

Madhya Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6ના મોત, અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

Published

on

આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેમને આણંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત્રોને વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા છે. ઘટનાના પગલે વડોદરામાં રહેતા ઈજા ગ્રસ્તોના પરિજનો વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે તેઓની મુલાકાત લેવા તેમજ સારવાર માં મદદ માટે આવી પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી.

આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યો છે આ તરફ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોતની પર જ હતા જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા

Continue Reading

Trending