Vadodara
જ્યા સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અયોધ્યા શ્રી રામના દર્શન નહીં કરું: આશિષ જોષી
Published
1 year agoon
- બોટ કાંડમાં મૃત્યુ પામનાર મોટા ભાગના બાળકો વોર્ડ 15 વિસ્તારના
- સ્માર્ટ સિટીના સાશકો પર ફિટકાર વરસાવી આશિષ જોષીએ મૃતક બાળકોના માતાપિતાની માફી માંગી
- કોર્ટ માંથી બાળકોના મૃત્યુ માટે જવાબદાર ને સજા નહીં મળે ત્યાં સુધી અયોધ્યા દર્શન નહીં કરવાનું વચન આપ્યું
વડોદરા શહેરના સંવેદનશીલ લોકોને હચમચાવી નાખે તેવી ઘટના હરણી મોટનાથ તળાવ ખાતે બની હતી. જ્યા માતબર કમાણી કરી લેવા માટે લાઈફ જેકેટ વિના પ્રવાસે આવેલા શાળાના બાળકોને બોટમાં બેસાડીને લઇ જતા વોટ ઉંધી પડી જતા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.
ઘટનામાં ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને નફ્ફટાઈ સામે આવી છે. ઇજારદારો ને લેક્ઝોન ની જવાબદારી સોંપી દઈને પોતાની જવાબદારી માંથી પાલિકાના સત્તાધીશોએ હાથ ખંખેરી નાખ્યા છે. જોકે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. જે બાળકોએ હજી દુનિયા જોવાનો હતી તે બાળકોએ સામાન્ય એક પ્રવાસમાં પોતાનો જીવ ઉમાવ્યો છે.
વાઘોડિયા રોડ ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોના માનવ વધના ક્રૂર ગુન્હામાં કેટલાક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપીઓ હજી પોલીસની પહોંચથી દૂર છે. મારનાર બાળકો મોટા ભાગે વોર્ડ 15 વાઘોડિયા રોડના રહેવાસી હતા. જેથી વોર્ડ 15ના નગરસેવક આશિષ જોષીએ આજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી મૃતક બાળકોના માતાપિતાની માફી માંગી છે. જ્યારે સ્માર્ટ સિટીના કહેવાતા શાસકો સામે ફિટકાર પણ વરસાવ્યો છે.શહેરના આટલા બધા નગરસેવકોમાં આશિષ જોષીએ પાલિકાના સાશકોની નિષ્ફળતા કબુલીને માફી માંગવાની નૈતિક હિંમત બતાવી છે.
આ સાથે આશિષ જોષીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જ્યાં સુધી કોર્ટ માંથી નિર્દોષ બાળકોના મોત માટે જવાબદાર ગુન્હેગારોને સજા નહીં મળે ત્યાં સુધી તેઓ અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામના મંદિરે દર્શન કરવા નહીં જાય.. જે દિવસે કોર્ટ તમામ આરોપીઓને સજા ફાટકારશે ત્યાર બાદ જ આશિષ જોષી અયોધ્યા જઈને દર્શન કરશે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો