Vadodara
વડોદરા SOGએ રણોલીના ફ્લેટમાં દરોડો પાડી હેરોઇન ઝડપી પાડ્યું, આરોપીની અટકાયત
Published
7 months agoon
વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વડોદરાની ટીમ દ્વારા નશાકારક હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે કરેલી કાર્યવાહીમાં આરોપીને તેના ઘરેથી જ દબોચી લેવામાં સફળતા મળી છે. એસઓજી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ આગળ વધારવામાં આવી છે.
વડોદરા એસઓજી નશાનો કાળો કારોબાર ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અગાઉ અનેક વખત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડી પાડવામાં એસઓજી પોલીસને સફળતા મળી ચુકી છે. ગતરાત્રે વડોદરા એસઓજીની ટીમ દ્વારા રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર રેસીડેન્સીના સી ટાવરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસે પરિવાર સાથે ભાડે રહેતા શખ્સ પાસેથી હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો છે. અને આરોપીની અટકાયત કરી છે. આરોપી પરિવાર સાથે અહિંયા ભાડે રહેતો હોવાનું હાલ તબ્કકે જાણવા મળી રહ્યું છે.
વડોદરા SOG PI મીડિયાને જણાવે છે કે, આજરોજ રણોલી વિસ્તારમાંથી બાજસિંગ સરદાર પાસેથી 40 ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. આજે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા, તેવા તમામ પાસાઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. પકડાયેલ શખ્સ હાલ ભાડાના મકાનમાં રહેતો હતો. તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી. તે અહિંયા પતિ-પત્ની પરિવાર સાથે રહેતા હતા.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો