તમે અમારા પરિવારના સભ્યો છો. અને તમે તો સનાતન ધર્મના ભગવાનની તખ્તીઓને રોડ પર ફેંકનાર સામે લડો છે.
વડોદરા ના વોર્ડ નં – 10 ના કોર્પોરેટર છેલ્લા કેટલાય દિવસોથી બિલ્ડરોની મનમાની સામે લડત આપવા બદલ ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં તેમના દ્વારા ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું કોઇ મતલબી હિંદુ તમને એમના મિત્ર બિલ્ડરના ગેરકાયદેસર કામનો તમે વિરોધ કરો છો, એટલા માટે તમને ખોટી રીતે જેલમાં મોકલવાનો પ્રયાસ કરે છે….. અમે બધા તમારી સાથે છીએ આ ડંકાની ચોટ પર કહેજો. કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટ તેમના વિરૂદ્ધમાં ચાલતા ષડયંત્ર તરફ આડકતરો ઇશારો કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવે છે. હવે આવા તત્વોને કોર્પોરેટર હિંમતભેર ઉઘાડા પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Advertisement
વડોદરાના વહીવટી વોર્ડ નં – 10 ના કોર્પોરેટર નિતીન દોંગા વિતેલા 15 દિવસથી બિલ્ડરોની મનમાની સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ગોત્રી તળાવ પાસે આવેલા તળાવનું પારેશ્વર મહાદેવ સર્કલ અને નિલાંબર સર્કલને લાલગુરૂ સર્કલનું નામ તેમણે આપ્યું હતું. જો કે, આ વાતનો બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે મામલે નિલાંબર સર્કલ પાસે લાલગુરૂ સર્કલની તક્તી હટાવી દેવામાં આવતા બિલ્ડરોના માણસો જોડે રકઝક પણ થઇ હતી. ત્યાર બાદ કોર્પોરેટર નિતીન પટેલની એક ફેસબુક પોસ્ટ તેમણે ગતરાત્રે મુકી છે. જેને પગલે વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નિતીન પટેલ તેમની ફેસબુક પોસ્ટમાં જણાવે છે કે, આજે બહુ ગર્વ થયો કે ઘણા સક્ષમ માણસોએ મને કીધું કે, તમે અનાથ નથી. તમે અમારા પરિવારના સભ્યો છો. અને તમે તો સનાતન ધર્મના ભગવાનની તખ્તીઓને રોડ પર ફેંકનાર સામે લડો છે. અને એનો કોઇ મતલબી હિંદુ અને એમના મિત્ર બિલ્ડરના ગેરકાયદેસર કામનો તમે વિરોધ કરો છો. એટલા માટે તમને ખોટી રીતે જેલમાં મોકલવાનો પ્રયાસ કરે છે. (જે નાકામીયાબ થયો કારણકે અધર્મીને કોઇ સાથ નો આપે) માટે એને અમે બધા તમારી સાથે છીએ. આ ડંકાની ચોટ પર કહેજો.