Connect with us

Vadodara

PCRમાં આવેલ ત્રણ પોલીસ જવાનોએ લારીધારકને માર મારી જીપ સાથે ઢસેડયો!, લારીધારક યુવકની હાલત ગંભીર

Published

on

વડોદરામાં સયાજીગંજ પોલીસે લારી ધારક સાથે અમાનુષી અત્યાચાર ગુજાર્યો. મોડી રાત્રે સયાજીગંજ વિસ્તારમાં લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે લારીધારકને એટલો માર માર્યો કે લારી ધારકની હાલત અતિયંત ગંભીર બની છે. ઈજાગ્રસ્તને SSG હોસ્પિટલે લઇ જવાયો જ્યાંથી વધુ ગંભીર હાલત હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક દવાખાને પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સયાજીગંજ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ હોવાથી પોલીસ પેટ્રોલિગ દરમિયાન મોડી રાત સુધી ચાલતી લારીઓ બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસે એક આમલેટની લારીધારકને બેહરહેમી પૂર્વક માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લારીધારકને પહેલા ડંડા વડે માર મારવામાં આવ્યો અને બાદમાં રોડ પર ઢસડીને પણ માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.

Advertisement

મોડી રાત સુધી લારી ચાલુ રાખતા સયાજીગંજ પોલીસ ની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈ લારીધારકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યાં એ-વન ફૈઝાન આમલેટની લારી ચલાવતા ફૈઝાન પોલીસ કર્મચારીઓના હાથે લાગ્યો. જેથી મોડી રાત સુધી લારી ખુલ્લી રાખતા પીસીઆર વાનમાં સવાર પોલીસ કર્મચારીઓએ ફૈઝાનને રોડ પર ઢસડી તેમજ ડંડા થી માર માર્યો હતો. પોલીસે ઢસેડીને માર મારતા ફૈઝાનને ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો.

SSG હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ફૈઝાનની હાલત વધુ ગંભીર બતાવતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ફૈઝાનને રોડ પર ઢસાડતા શરીર પર ઉજરડા સહિત માથાના ભાગે 15 ટાંકા આવ્યા છે. આ ઘટનાને લઇ ડીસીપી જુલી કોઠીયા, એસીપી અને પીઆઈ નો સ્ટાફ ખાનગી હોસ્પિટલએ દોડી આવ્યો હતો. તો બીજી તરફ પોલીસના આવા અમાનુષી વર્તનથી લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Continue Reading
Advertisement

Vadodara

ગંદા પાણીની ફરિયાદના પગલે પાલિકા તંત્રએ કૉમ્પ્લેક્ષની જ પાણીની લાઈન કાપી નાખતા ભર ઉનાળે 300 પરિવારોને હાલાકી

Published

on

શહેરના આજવા રોડ પર ખાતે આવેલ ફાતિમા કૉમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઈને કાપીને જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

https://www.instagram.com/reel/C7Lsk_HIb8P/?igsh=MWtmNHNlcnB4Y2lkYw==

શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના રહીશોનું કહેવું છે કે, અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયું છે. ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી.

Advertisement

હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે તે 300 જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી. અમારી માંગ છે કે, જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે. અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે.

Advertisement
Continue Reading

Vadodara

વડોદરાના સમા વિસ્તારના લોકોએ નોંધાવ્યો સ્માર્ટ મીટરોનો વિરોધ, મહિલાઓ સહીત અનેક લોકો MGVCL કચેરીની બહાર રસ્તા પર બેસી ગયા

Published

on

સ્માર્ટ સિટીના લોકો માટે સ્માર્ટ મીટરો માથાનો દુખાવો બની ગયા છે. એક તરફ વડોદરા શહેરમાં સ્માર્ટ પ્રીપેડ મીટરો લાગવાનું શરુ થઇ ગયું છે. ત્યાં બીજી તરફ છેલ્લા ઘણાય સમયથી ઠેર ઠેર આ સ્માર્ટ મીટરોનો ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ આજે પણ યથાવત જોવા મળ્યો.

Advertisement

શહેરમાં અલગ અલગ વિસ્તારોના લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોની MGVCL કચેરીની બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટર હટાવી જુના મીટરો પાછા લાવવાની લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે ચોથા દિવસે સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચી સ્માર્ટ પ્રીપેડ મીટરોનો વિરોધ કરી રહ્યા છે. મહિલાઓ સહીત અનેક લોકો સમા MGVCL કચેરી સામે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

આ સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવતું હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. તેમને એવો આક્ષેપ કર્યા છે કે, “અગાઉ 1500 થી 2000 રૂપિયા સુધીનું બીલ બે મહિને આવતું હતું જે સ્માર્ટ મીટરો લાગ્યા બાદ ફક્ત 15 જ દિવસમાં 6 હજારનું રિચાર્જ કરાવવું પડ્યું છે. જેથી નવા સ્માર્ટ મીટરો હટાવી જૂના મીટર પાછા લગાવવામાં આવે તેવી માંગ છે.”

Advertisement
Continue Reading

Vadodara

વડોદરાની MSUમાં કોમન એક્ટ લાગૂ થતાં ABVP મેદાને ઉતાર્યું, ફરી એકવાર પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

Published

onવડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગૂ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીના કારણે એબિવિપી મેદાનમાં આવ્યું. વાઇસ ચાન્સેલર ને આવેદન પત્ર આપવા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિખ્યાત MSUમાં કોમન એક્ટ લાગૂ થયા પછી સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં સમસ્યા ઉભી થઇ છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને અગાઉ 55 ટકાએ એડમિશન અપાતું હતું. અને હવે નવા એક્ટમાં 55 ટકાએ એડમિશનનો નિયમ ન હોવાથી વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની સ્થિતનું નિર્માણ થયું છે. જેના કારણે આવા વિદ્યાર્થીઓના હિત માટે એબિવિપી મેદાનમાં આવ્યું છે. એબિવિપી દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર આપવા માટે પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

આવેદન પત્ર આપી રજૂઆત કરવા જતા ABVPના વિદ્યાર્થીઓને ગેટ પર જ રોકવામાં આવતા વિજિલન્સ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા. આ સાથે જ વિજિલન્સ દ્વારા અધિકારી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

Continue Reading
Advertisement

Trending