Vadodara
દશામાની શોભાયાત્રામાં યુવકને માર મારી હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
Published
5 months agoon
દશામાની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાણીગેટ પોલીસે મર્ડરના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતો 19 વર્ષનો પીયૂષ ઠાકોર ગત 1 તારીખે સાંજે સાત વાગ્યે દશામાની શોભાયાત્રામાં ગયો હતો. ત્યાં અન્ય મિત્રો સાથે તે નાચતો હતો.
તે સમયે વચ્ચે ઝઘડો થતા આરોપીઓએ પીયૂષ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પીયૂષના માથામાં કડું મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાંથી બચીને પીયૂષ ભાગતો હતો. તે સમયે ડિવાઇડર સાથે અથડાઇને પડી જતા બેભાન જેવો થઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતા પીયૂષનું મોત થયું હતું.
પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ.વ્યાસે સીસીટીવી ફૂટેજ, ખાનગી વીડિયોની ચકાસણી હાથ ધરી આ ગુનામાં સામેલ (૧) ધર્મેશ નગીનભાઇ સોલંકી (૨) રવિ જીવનભાઇ તડવી તથા (૩) રાહુલ ભાઇલાલભાઇ પરમાર ( ત્રણેય રહે. વુડાના મકાનમાં, કિશનવાડી)ને ઝડપી પાડી ઓળખ પરેડ કરાવી છે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!