Savli
પરિણીતાના પ્રેમીએ પતિ પર લોંખડની પાઇપથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો
Published
1 year agoon
સાવલી તાલુકાના કુંપાડ ગામ ખાતે ખેતરમાં ખેત મજૂરી કરી પતિ પત્ની ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પત્નીનો પ્રેમી આવી પરણીત પ્રેમિકાના પતિની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો પરણિતાના પતિએ તેની પત્ની સાથે પ્રેમસબંધ રાખવાનું ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ પ્રેમીએ તેની ગાડીમાં પડેલ લોંખડનો પાઇપ લઇને આવ્યો હતો અને પ્રેમીકાની નજર સમક્ષ તેના પતિ પર જીવલેણ હુમલો કરી તેના હાથ પગ તોડી નાખ્યા હતા ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થયેલ પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો સમગ્ર મામલે મંજુસર પોલીસે મૃતકની પત્નીના પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના કુંપાડ ગામે
ઇન્દિરા આવાસ નવીનગરીમાં રહેતા 37 વર્ષીય મહેશભાઈ રાવજીભાઈ પરમારના લગ્ન થોડા વર્ષ અગાઉ હેમાબેન પરમાર સાથે થયા હતા. પરંતુ પત્ની હેમાબેનના પ્રેમ સબંધ સાવલીના
સિસોદિયાપુરા ગામે રહેતા પરેશ હિંમતભાઇ સોલંકી સાથે હોય જે અંગેની જાણ પતિ મહેશભાઈને થતા પતિ પત્ની વચ્ચે પત્નીના પ્રેમ સબંધને લઇ અવારનવાર ઝગડા થતા હતા
ગત તા. 19 ડિસેમ્બરના રોજ મહેશભાઈ અને તેમના પત્ની હેમાબેન ખેતર માં કામ કરી કુંપાડ ગામની સીમ માંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કુંપાડ ગામની સીમમાં આવેલ નાળા પાસેથી પસાર થતા સમયે પત્ની હેમાબેનનો પ્રેમી
પરેશ હિંમતભાઇ સોલંકી ઘસી આવ્યો હતો અને પ્રેમિકા હેમાબેન સાથેના પોતાના પ્રેમસબંધને લઈને પ્રેમિકા હેમાબેન ના પતિ મહેશભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ ગયેલ પ્રેમી મહેશ પોતાની ગાડીમાં મુકેલ લોખંડનો પાઇપ લઈ આવી લોંખડની પાઇપથી મહેશભાઈ પર હુમલો કરી મહેશ ભાઈના હાથ પગ ભાગી કાઢ્યા હતા મહેશભાઈને ગંભીર ઇર્જાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ સાવલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મહેશભાઈએ દમ તોડી દીધો હતો.
સમગ્ર મામલે મૃતક મહેશભાઈના માતા પુંજીબેન પરમાર દ્ધારા મંજુસર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના પત્ની હેમાબેનના પ્રેમી પરેશ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારા પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ