Connect with us

Savli

સાવલી નગરમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો ત્રણ ઈસમો ઇર્જાગ્રસ્ત વાહનોની કરી તોડફોડ

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના માળી વગો વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના ઈસમો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બને જૂથોના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી મામલો વધુ બિચકે તે પહેલા સાવલી પોલીસ મથકનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સાવલી નગરમાં
માળી વગો વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના બે કોમના યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બને કોમના ટોળા સામસામે આવી ભારે પથ્થરમારો કરતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી

બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ થયેલ ભારે પથ્થરમારામાં ટોળાઓએ વાહનોની પણ તોડફોડ કરી હતી જયારે પથ્થરમારા માં ઇજાગ્રસ્ત થયેલ 3 ઈસમોને સાવલી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની જાણ સાવલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Advertisement
Continue Reading
Advertisement

Savli

પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મુકનાર યુવતી પર પૂર્વ પ્રેમીનો મિત્રો સાથે મળી હુમલો પોલીસે તપાસ હાથ ધરી

Published

on


વડોદરા તાલુકાના વિરોદ ગામની એક યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હોવાથી ઉશ્કેરાઈ ગયેલ પૂર્વ પ્રેમીએ યુવતીના માથાના વાળ પકડી ઝપાઝપી કરી હતી. તેમજ તેના બે સાગરીતોએ ભેગા મળી યુવતીના વાહનને પથ્થર વડે નુકસાન પહોંચાડ્યું હતું અને મારી નાખવાની ધમકી ઉચ્ચારી નાસી ગયા હોવાની ફરિયાદ મંજુસર પોલીસ મથક ખાતે પૂર્વ પ્રેમિકા દ્ધારા નોંધાવવા આવતા પોલીસે તપાસ હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના વિરોદ ગામમાં રહેતી હેલી (નામ બદલ્યું છે) સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા મુકેશ રાજુ ઠાકોર સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો પરંતુ મુકેશની ચાલચલગત સારી ન હોવાથી તેણે પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. જેથી પૂર્વ પ્રેમી મુકેશે તેની અદાવત રાખી તે ગત તા. 12 ડિસેમ્બરના રોજ રાત્રીના આઠ વાગ્યા ની આસપાસ વિરોદ ગામે આવ્યો હતો અને હેલીના ઘરે પહોંચી તેને ધાકધમકી આપી તેના ઘરની બહાર બોલાવી હતી

પૂર્વ પ્રેમીની ધાકધમકી થી ગભરાઈ ગયેલ હેલી ઘરની બહાર આવતા જ પૂર્વ પ્રેમી મુકેશે હેલીના વાળ પકડી તેના પેટના ભાગે લાતો મારવાનું શરૂ કરી દીધું હતું દરમિયાન પૂર્વ પ્રેમી મુકેશના મિત્ર જયેશ અને મધુ પણ ત્યાં આવી ગયા હતા અને હેલીના એક્ટિવાને પથ્થર વડે તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ હેલીને મારી નાખવાની ધમકી આપી ત્રણેય ઈસમો નાસી ગયા હોવાની ફરિયાદ હેલીએ મંજુસર પોલીસ મથક ખાતે નોંધાવતા પોલીસે ત્રણેયને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Continue Reading

Savli

સાવલી ટાઉનમાં ફાઇનાન્સ પેઢીની ઓફિસમાં તસ્કરોનો હાથફેરો,લાખોની ચોરી થયાનો અંદાજ

Published

on

વડોદરા જીલ્લાના સાવલી ટાઉનમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ પેઢીની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરોઢિયે થયેલી ચોરીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ નુકશાન પહોચાડ્યું હતું. ઘટના બાદ સાવલી પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. જયારે ફાઈનાન્સ પેઢીના સંચાલક બહારગામ હોવાથી કેટલી ચોરી થઇ છેટે જાણી શકાયું નથી.

વડોદરાના સાવલી ટાઉનમાં ખાડિયાબજારમાં ખાનગી ફાઈનાન્સ પેઢીની ઓફીસ આવેલી છે. બે દિવસ રજા હોવાથી ફાઈનાન્સ પેઢી બંધ હતી તે અરસામાં ગત રોજ સવારે 5 વાગ્યાના સુમારે કેટલાક ચોર તત્વો દોશીવગા તરફથી પેઢીની ઈમારતનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. અને ચોરી કરવાની કોશિશ કરી હતી. ફાઈનાન્સ પેઢીના સંચાલક દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલી છે. જેને પણ તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરોને સફળતા મળી ન હતી. તસ્કરોએ પોતાના બચાવમાં સીસીટીવી કેમેરાને પણ નુકશાન પહોચાડ્યું હતું. જયારે પેઢી સંચાલકે મોબાઈલમાં સીસીટીવી તપાસતા ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી.

Advertisement

હાલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. સ્ટ્રોંગરૂમ સિવાય પેઢીની ઓફિસમાં કેટલી રોકડ હતી. અને કેટલી ચોરી થઇ છે. તેની માહિતી મળી શકી નથી.જયારે સોના ચાંદીy ના દાગીના અને કેટલાક ચાંદીના વાસણો મળીને લાખોની ચોરી થયાનો અંદાજ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યો છે.

Advertisement
Continue Reading

Savli

પરિણીતાના પ્રેમીએ પતિ પર લોંખડની પાઇપથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો

Published

on

સાવલી તાલુકાના કુંપાડ ગામ ખાતે ખેતરમાં ખેત મજૂરી કરી પતિ પત્ની ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પત્નીનો પ્રેમી આવી પરણીત પ્રેમિકાના પતિની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો પરણિતાના પતિએ તેની પત્ની સાથે પ્રેમસબંધ રાખવાનું ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ પ્રેમીએ તેની ગાડીમાં પડેલ લોંખડનો પાઇપ લઇને આવ્યો હતો અને પ્રેમીકાની નજર સમક્ષ તેના પતિ પર જીવલેણ હુમલો કરી તેના હાથ પગ તોડી નાખ્યા હતા ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થયેલ પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો સમગ્ર મામલે મંજુસર પોલીસે મૃતકની પત્નીના પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના કુંપાડ ગામે
ઇન્દિરા આવાસ નવીનગરીમાં રહેતા 37 વર્ષીય મહેશભાઈ રાવજીભાઈ પરમારના લગ્ન થોડા વર્ષ અગાઉ હેમાબેન પરમાર સાથે થયા હતા. પરંતુ પત્ની હેમાબેનના પ્રેમ સબંધ સાવલીના
સિસોદિયાપુરા ગામે રહેતા પરેશ હિંમતભાઇ સોલંકી સાથે હોય જે અંગેની જાણ પતિ મહેશભાઈને થતા પતિ પત્ની વચ્ચે પત્નીના પ્રેમ સબંધને લઇ અવારનવાર ઝગડા થતા હતા

ગત તા. 19 ડિસેમ્બરના રોજ મહેશભાઈ અને તેમના પત્ની હેમાબેન ખેતર માં કામ કરી કુંપાડ ગામની સીમ માંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કુંપાડ ગામની સીમમાં આવેલ નાળા પાસેથી પસાર થતા સમયે પત્ની હેમાબેનનો પ્રેમી
પરેશ હિંમતભાઇ સોલંકી ઘસી આવ્યો હતો અને પ્રેમિકા હેમાબેન સાથેના પોતાના પ્રેમસબંધને લઈને પ્રેમિકા હેમાબેન ના પતિ મહેશભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ ગયેલ પ્રેમી મહેશ પોતાની ગાડીમાં મુકેલ લોખંડનો પાઇપ લઈ આવી લોંખડની પાઇપથી મહેશભાઈ પર હુમલો કરી મહેશ ભાઈના હાથ પગ ભાગી કાઢ્યા હતા મહેશભાઈને ગંભીર ઇર્જાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ સાવલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મહેશભાઈએ દમ તોડી દીધો હતો.

સમગ્ર મામલે મૃતક મહેશભાઈના માતા પુંજીબેન પરમાર દ્ધારા મંજુસર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના પત્ની હેમાબેનના પ્રેમી પરેશ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારા પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending