Connect with us

Savli

શક્રિય ગૌસેવકને કિશન ભરવાડની જેમ પતાવી દેવાની ધમકી મળી, ગૌસેવકે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો

Published

on

 

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં રહેતા અને ગૌરક્ષકની સેવા આપતા અજયસિંહ ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેઓએ સાવલી પોલીસ મથકે ફરિયાદ આપી છે. આ સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના રહેવાસી અજયસિંહ ચાવડા કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલા વાહનો પકડીને તેણે પોલીસને હવાલે કરે છે. આ કામગીરીમાં તેઓને ઘણીવાર ખાટકીઓ સાથે ઘર્ષણ પણ થયું છે.તેમ છતાય તેઓ ગૌરક્ષકની સેવામાં સદાય પોતાના જીવનુ જોખમ ઉઠાવે છે. જ્યાં ગત રોજ તેઓએ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને  તેઓ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાની માહિતી દર્શાવી હતી.

https://www.instagram.com/reel/C4NrK5mIcR-/?igsh=cmp0dG85N3Z5bGh4

અજયસિંહે વિડીયોમાં જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર અને એક ગૌસેવક છે. 6 તારીખે સવારે તેઓ તેમના મિત્ર સાથે એકટીવા લઈને સમલાયા જવા માટે નીકળ્યા હતા. જ્યાં કરચિયા પાસેથી તેઓ જરૂરી સમાન ભૂલી જતા પરત સાવલી તરફ જતા હતા. આ દરમિયાન કેટલાક ઇસમોએ તેઓને ગોઠડા ચોકડી નજીક જોઇને બુમ પાડીને ઉભા રહેવા જણાવ્યું હતું.

જે બાદ થોડે આગળ મોટર સાયકલ પર છરો લઈને ઉભેલા શખ્સોએ તેઓનો પીછો કરીને મારી નાખવા માટે ધમકી પણ ઉચ્ચારી હતી. હથિયારો સાથે પીછો કરતા અજાણ્યા ઇસમોએ ધામી આપતા કહ્યું હતું કે, તારી પણ હાલત ધંધુકાના કિશન ભરવાડ જેવી કરવાની છે. જેઓ ત્યાંથી બચીને નીકળી ગયા બાદ સાવલી પોલીસ મથકે પહોચ્યા હતા. અને તેઓ પર હુમલો થઇ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરીને પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી.

Advertisement

Savli

મંજુસર GIDCની ફ્લોરમિલમાં ગ્રાઈન્ડર તૂટી પડતા ત્રણ મજૂર ઘઉંના જથ્થા નીચે દબાયા,એકનું મોત

Published

on

વડોદરા જીલ્લાના સાવલી મંજુર GIDCમાં આવેલી ફલોરમિલમાં ગ્રાઈન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો ઘઉંના જથ્થા નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો જ્યાં ઘઉં નીચે દબાયેલા મજુરોને બચાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના મંજુર GIDCમાં પુનમ આટામિલ આવેલી છે. જ્યાં રોજીંદા હજારો ટન ઘઉંનો જથ્થો લઈને તેને લોટમાં તબદીલ કરવામાં આવે છે. આ પ્રોસેસ માટે હેવી ડ્યુટી ઘંટીઓ તેમજ ગ્રાઈન્ડર મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ગત રાત્રીના સમયે ફોલરમિલમાં પડેલા ઘઉંના જથ્થાને એકઠો કરવા માટે ત્રણ મજુરો કામ કરતા હતા .તે સમયે વિશાળકાય ગ્રાઈન્ડર મશીન તૂટી પડતા ત્રણ મજુરો મશીન નીચે દટાયા હતા. મશીનમાં ઘઉંનો જથ્થો પણ હતો. જે જથ્થો પણ કામદારો પર પડ્યો હતો.

Advertisementકામદારોને બચાવવા માટે JCB મશીનોની મદદ લેવામાં આવી હતી. જ્યાં JCBનો ઉપયોગ કરીને ઘઉંનો જથ્થો ખસેડવામાં આવ્યો હતો. જેમાં ભારે જહેમત બાદ ત્રણેય કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન એક કામદારે ઘઉં નીચે દબાઈ જવાથી દમ તોડી દીધો હતો. જયારે અન્ય બે કામદારોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સ્થિત હોવાનું જાણવા મળે છે.

Advertisement

Advertisement
Continue Reading

Savli

સાવલી: બહુથા ગામ નજીક મેસરી નદીમાં શંકાસ્પદ માંસનો જથ્થો મળતા પોલીસ દોડતી થઈ

Published

on

સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતી મેસરી નદીમાં મોટા પ્રમાણમાં ગૌવંશનું માસ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. સ્થાનિકોએ નદીમાં પડેલા શંકાસ્પદ માંસના ટુકડા જોતા જ ગૌસેવકો અને પોલીસને જાણ કરી હતી. જયારે માંસની તપાસ માટે FSLની પણ મદદ લેવાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતી મેસરી નદીમાં રાત્રીના 9 વાગ્યાના અરસામાં આસપાસના ખેડૂતોએ મોટા પ્રમાણમાં માંસનો જથ્થો તેમજ હાડકા જોયા હતા. જેની જાણ સ્થાનિકોએ પોલીસ વિહ્બાગ અને  ગૌરક્ષકોને કરી હતી.

Advertisementમાહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોચી હતી. સ્થળ પર જઈને તપાસતા ગૌવંશના માસના ટુકડાં ભરેલા કોથળા તેમજ શીંગડા સહીત ચામડાંનો જથ્થો મળી આવ્યો હતો. નજીકમાં કોઈ કતલખાનું પણ નથી. તો આ માંસનો જથ્થો નદીમાં કોણે નાખ્યો તે સવાલ ઉભો થયો હતો. પોલીસે માંસના જથ્થાને તપાસવા માટે FSLની મદદ લીધી હતી. જયારે FSLની ટીમ દ્વારા માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.માંસનો જથ્થો મળ્યો હોવાની વાત વાયુ વેગે પંથકમાં પ્રસરી જતા આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા. જયારે ગૌરક્ષકો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા. સેમ્પલ લીધા બાદ બચેલા માંસના જથ્થાને JCB દ્વારા ખાડો કરીને દાટી દેવામાં આવ્યું હતું. નદીમાં માંસનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Savli

ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત થતા કેતન ઇનામદાર સમર્થકોમાં રોષ,સી.આર પાટીલ વિશે પણ ટિપ્પણીઓ કરી

Published

on

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ નો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ગત રોજ ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો.હેમાંગ જોષીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. RSSની પસંદગી હોવાની વાત જાહેર થતા જ સૌ કોઈએ આ નામને વધાવી લીધું હતું. જોકે સાવલી વિધાનસભા આ કેતન ઇનામદાર સમર્થકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. I Support Ketan Bhai Inamdar નામના ગ્રૂપમાં કેતન ઇનામદારના સમર્થકોએ જાહેરમાં ઉમેદવાર ડો.હેમાંગ જોષીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલેથી નહિ અટકીને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વિરુદ્ધ પણ લખાણો લખ્યા હતા.

મહત્વની વાત એ છે કે,જે વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે તે ગ્રુપમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર શામેલ નથી. આ ગ્રૂપ તેઓના નજીકના સમર્થકોનું ગ્રૂપ છે.તેઓ એમ પણ લખે છે કે, ભાજપને મત કેતન ઇનામદારને કારણે મળે છે.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending