Savli

શક્રિય ગૌસેવકને કિશન ભરવાડની જેમ પતાવી દેવાની ધમકી મળી, ગૌસેવકે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો

Published

on

 

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં રહેતા અને ગૌરક્ષકની સેવા આપતા અજયસિંહ ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેઓએ સાવલી પોલીસ મથકે ફરિયાદ આપી છે. આ સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના રહેવાસી અજયસિંહ ચાવડા કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલા વાહનો પકડીને તેણે પોલીસને હવાલે કરે છે. આ કામગીરીમાં તેઓને ઘણીવાર ખાટકીઓ સાથે ઘર્ષણ પણ થયું છે.તેમ છતાય તેઓ ગૌરક્ષકની સેવામાં સદાય પોતાના જીવનુ જોખમ ઉઠાવે છે. જ્યાં ગત રોજ તેઓએ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને  તેઓ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાની માહિતી દર્શાવી હતી.

અજયસિંહે વિડીયોમાં જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર અને એક ગૌસેવક છે. 6 તારીખે સવારે તેઓ તેમના મિત્ર સાથે એકટીવા લઈને સમલાયા જવા માટે નીકળ્યા હતા. જ્યાં કરચિયા પાસેથી તેઓ જરૂરી સમાન ભૂલી જતા પરત સાવલી તરફ જતા હતા. આ દરમિયાન કેટલાક ઇસમોએ તેઓને ગોઠડા ચોકડી નજીક જોઇને બુમ પાડીને ઉભા રહેવા જણાવ્યું હતું.

જે બાદ થોડે આગળ મોટર સાયકલ પર છરો લઈને ઉભેલા શખ્સોએ તેઓનો પીછો કરીને મારી નાખવા માટે ધમકી પણ ઉચ્ચારી હતી. હથિયારો સાથે પીછો કરતા અજાણ્યા ઇસમોએ ધામી આપતા કહ્યું હતું કે, તારી પણ હાલત ધંધુકાના કિશન ભરવાડ જેવી કરવાની છે. જેઓ ત્યાંથી બચીને નીકળી ગયા બાદ સાવલી પોલીસ મથકે પહોચ્યા હતા. અને તેઓ પર હુમલો થઇ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરીને પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી.

Advertisement

Trending

Exit mobile version