વરસાદ ચાલુ થયો ત્યારે કામગીરી બંધ કરી દેવી જોઇતી હતી. જવાબ માંગવા અધિકારીઓને બોલાવ્યા – મેયર
વડોદરાના સુશેન ચાર રસ્તા પાસેના તાજેતરમાં ચાલુ વરસાદે ખાડા પુર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ આ અંગે મેયરને પુછતા તેમણે કહ્યું કે, આ અંગે જવાબદાર અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. અને તેમને જવાબ મંગાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વરસાદે કરેલા પેચ વર્કનું ટુંકા સમયમાં ધોવાણ થયું હોવાનુંં સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારે પ્રજાના પૈસાનો વેડફાટ કેટલો યોગ્ય કહેવાય ! તમે જ વિચારો.
Advertisement
વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીએ પાલિકાની આબરૂનું ધોવાણ કર્યું છે, આ વાત કોઇનાથી છુપી નથી. હવે પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ જારી રાખવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સુશેન ચાર રસ્તા પાસે પાલિકાની વોર્ડ નં – 19 ની ટીમ દ્વારા ચાલુ વરસાદે પેચ વર્ક કરવામાં આવતા વિવાદ થયો છે. અને આખરે આ મામલો મેયર સુધી પહોંચ્યો છે.
વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, સમગ્ર શહેરમાં ખાડા પુરવાની કામગીરી અને પેચવર્ક કરવાની કામગીરી ચાલી રહી છે. સુશેન પાસે વહેલી સવારથી મટીરીયલ તૈયાર કરી અને મંગાવવામાં આવ્યું હતું. અને ખાડા પુરવાની કામગીરી ચાલુ હતી. દરમિયાન વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ મીડિયા દ્વારા અમારા સુધી આ વિષય આવ્યો કે, ચાલુ વરસાદે ખાડા પુરવાનું કામ ચાલુ હતું. સવારથી જ મટીરીયલ તૈયાર થઇને ખાડા ભરવાનું કામ અનુક્રમે ચાલી રહ્યું હતું. આ માટે અધિકારીઓને કડક સુચના આપવામાં આવી છે. અને વરસાદના સમયે કેમ કામગીરી ચાલુ રાખી તે અંગેનો જવાબ મંગાવવામાં આવ્યો છે.
Advertisement
વરસાદ ચાલુ થયો ત્યારે આ કામગીરી બંધ કરી દેવી જોઇતી હતી. આ વાતનો જવાબ માંગવા અધિકારીઓને બોલાવ્યા છે. આગલા દિવસ સુધી ભારે વરસાદ ન્હતો. શહેરીજનોની ચિંતા દુર કરવા ખાડા પુરવા માટેનું કામ કરવામાં આવ્યું હતું. ચાલુ કામગીરીએ વરસાદ આવ્યો છે. ચાલુ વરસાદમાં કામગીરી ન થાય તેનું ધ્યાન રાખવાનું કામ સુપરવાઇઝરનું છે. તેમનો જવાબ માંગવામાં આવનાર છે.
પેચવર્કની કામગીરી કરનાર શખ્સે જણાવ્યું કે, આ સુશેન ચાર રસ્તાનો વિસ્તાર છે. અમને અધિકારીઓએ કહ્યું હતું. વરસાદમાં ના નંખાય, અમે (માલ) ભરવા ગયા હતા. અને વરસાદ આવ્યો. અમે વોર્ડ નં – 19 માંથી આવ્યા છીએ. અમારા સુપરવાઇઝર અનુપભાઇ છે. બીજા સાહેબનું નામ નથી ખબર.