Connect with us

Vadodara

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને PASA હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં લવાયો,સમર્થકોના ટોળા ઉમટ્યા

Published

on

ગુજરાતના જૂનાગઢમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાત પોલીસે PASA હેઠળ મોટી કાર્યવાહી કરી છે.  ગત રાત્રીના સમયે  મૌલાના મુફ્તી સલમાનને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા લાવવામાં આવ્યા છે. મુફ્તીને વડોદરા લાવવામાં આવી રહયા સમાચાર મળતા જ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર સમર્થકોના ટોળા ઉમટી આવ્યા હતા.


મૂળ કર્ણાટકના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત ભડકાઉ ભાષણ આપ્યું હતું.  જે બાદ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.  ગુજરાત ATSએ 4 ફેબ્રુઆરીએ મુફ્તી અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી.  આ મામલે સલમાન અઝહરી વિરુદ્ધ IPC 153B અને 505(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.આ પછી અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેસ નોંધાયો હતો.



મહત્વનું છે કે, કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને કેસમાં કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. જે બાદ મોડાસા કોર્ટે મોટી કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.  કારણ કે તેની સામે ગુજરાતના કચ્છ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો હતો.




ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં મુફ્તી સલમાન અઝહરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.  તેમણે કહ્યું હતું કે ‘આજે તેમનો સમય છે, આપણો સમય આવશે.’  આ પછી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Vadodara

    17 જેટલા પ્રોહિબિશન ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર રામચંદાણીને વિદેશી શરાબના જથ્થા સાથે પીસીબીએ ઝડપી પાડ્યો

    Published

    on

    વડોદરા શહેરના ભારતીય વિસ્તારમાં આવેલા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી શરાબનો વેપલો કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચાંદાણીને વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર pcb શાખાની ટીમને બાતમી મળી હતી કે, વારસિયા વિસ્તારમાં સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી પોતાના ઘરની બાજુમાં આવેલી ઓરડીયોમાં વિદેશી શરાબનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે.

    જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 195 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જ્યારે બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામ ચંદાણી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો.

    વડોદરા શહેરમાં કુલ 17 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચંદાણીની ધરપકડ કરીને પોલીસે શરાબનો જથ્થો મોકલનાર મન્ની સિંધી, હિમાંશુ હરી સિંધી તેમજ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે શરાબનો જથ્થો, મોબાઇલ ફોન તેમજ રોકડ મળીને પોલીસે 60,800ની કિંમતનો મુદ્દા માલ કબજે લીધો છે.

    Continue Reading

    Vadodara

    વડોદરાના સ્થાનિક તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો!, નાગરિકોએ PMOને ટ્વીટ કરવાની કરી શરૂઆત

    Published

    on

    વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટર માકરફતે સમાધાન માંગતી રજુઆત કરી છે. જેના કારણે પહેલા વરસાદમાં જ લોકોને તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આવુને આવું ચાલશે તો આખું ચોમાસુ લોકો સ્થાનિક ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયને કરતા રહેશે.

    વડોદરામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. વડોદરા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પહેલા વરસાદે જ ખોલી નાંખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે તંત્ર લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી. કેટલાક વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે હોય તેવું અનુભવી રહ્યા છે. તેવામાં વડોદરાના ડભોઇ રીંગ રોડ પર પાણી ભરાઇ જવાની ઘટના અંગે નિરાલી રાઠોડ નામના યુઝર એકાઉન્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલય ને ટ્વીટ મારફતે મેસેજ કરવામાં આવ્યો છે.

    નિરાલી રાઠોડે કરેલા મેસેજમાં લખ્યું કે, ડિયર સર, વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા આદિત્ય હાઇટ્સ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. આ અંગે મે અગાઉ પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. ત્યારે તેનું પંપ મુકીને નિરાકરણ લાવી આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારમાં પાણી ભરાયેલું છે. આ સમસ્યાનો ઉકેલ લાવી આપો.

    આ ટ્વીટ પરથી અંદાજો લગાડી શકાય કે, વડોદરામાં પાણી ભરાય તો પણ સ્થાનિક તંત્ર કરતા વડાપ્રધાન કાર્યાલય પર લોકોને વધારે ભરોસો છે. જો સ્થાનિક તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા અસરકારક કામગીરી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં વડોદરાવાસીઓની ફરિયાદોનો ઢગલો થઇ જશે.

    Continue Reading

    Trending