Vadodara

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને PASA હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં લવાયો,સમર્થકોના ટોળા ઉમટ્યા

Published

on

ગુજરાતના જૂનાગઢમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાત પોલીસે PASA હેઠળ મોટી કાર્યવાહી કરી છે.  ગત રાત્રીના સમયે  મૌલાના મુફ્તી સલમાનને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા લાવવામાં આવ્યા છે. મુફ્તીને વડોદરા લાવવામાં આવી રહયા સમાચાર મળતા જ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર સમર્થકોના ટોળા ઉમટી આવ્યા હતા.


મૂળ કર્ણાટકના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત ભડકાઉ ભાષણ આપ્યું હતું.  જે બાદ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.  ગુજરાત ATSએ 4 ફેબ્રુઆરીએ મુફ્તી અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી.  આ મામલે સલમાન અઝહરી વિરુદ્ધ IPC 153B અને 505(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.આ પછી અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેસ નોંધાયો હતો.



મહત્વનું છે કે, કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને કેસમાં કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. જે બાદ મોડાસા કોર્ટે મોટી કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.  કારણ કે તેની સામે ગુજરાતના કચ્છ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો હતો.

Advertisement




ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં મુફ્તી સલમાન અઝહરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.  તેમણે કહ્યું હતું કે ‘આજે તેમનો સમય છે, આપણો સમય આવશે.’  આ પછી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version