વડોદરાના પોશ ગણાતા તાંદલજા-સનફાર્મા રોડ પર ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. માત્ર રૂપિયાની લેતી-દેતીના મામલે લેન્ડમાર્ક ફર્નિચર નામની દુકાન અખાડો બની ગઈ હતી. 4 શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરી દુકાન માલિકને લોહીલુહાણ કરી નાખ્યા છે.
📍મુખ્ય મુદ્દાઓ:
હિંસક હુમલો: હુમલાખોરોએ પોતાની સાથે લાવેલા લાકડાના ફટકા વડે યામીનભાઈ પર આડેધડ પ્રહારો કર્યા હતા.
ભારે નુકસાન: માત્ર મારપીટ જ નહીં, આ ગુંડા તત્વોએ શો-રૂમમાં રહેલા મોંઘા ફર્નિચર અને કાચની તોડફોડ કરી લાખોનું નુકસાન પહોંચાડ્યું છે.
વાહનોને નિશાન બનાવ્યા: રોષે ભરાયેલા શખ્સોએ બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ પણ પથ્થર અને ફટકા મારીને ફોડી નાખ્યા હતા.
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ‘લેન્ડમાર્ક ફર્નિચર’ નામની દુકાનમાં આજે અચાનક ચીસાચીસ અને તોડફોડના અવાજોથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જાણવા મળતી વિગત મુજબ, રૂપિયાની લેતી-દેતીના જૂના વિવાદમાં બહારથી આવેલા ચાર અજાણ્યા શખ્સોએ દુકાન માલિક યામીનભાઈ સાથે પ્રથમ ઉગ્ર બોલાચાલી કરી હતી. જોતજોતામાં આ બોલાચાલી હિંસક હુમલામાં ફેરવાઈ ગઈ હતી.
🚨પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ જે.પી. રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલાખોરો પોલીસ આવે તે પહેલા જ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે નીચે મુજબના પગલાં લીધા છે:
સમગ્ર વિસ્તારની નાકાબંધી કરવામાં આવી.
દુકાન અને આસપાસના CCTV ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી.
ઈજાગ્રસ્ત યામીનભાઈને સારવાર અર્થે ખસેડી તેમની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
🫵શાહેરમાં દિવસેને દિવસે વધી રહેલી આ પ્રકારની ખુલ્લેઆમ ગુંડાગીરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હુમલાખોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.