Vadodara
ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિઝા કન્સલ્ટન્ટ અને કથિત પત્રકારને મકરપુરા પોલીસે તડીપાર કર્યો
Published
9 months agoon
વડોદરા શહેર જીલ્લામાં મારામારી અને છેતરપીંડીમાં ગુન્હામાં સંડોવાયેલા આરોપીને મકરપુરા પોલીસે તડીપારનો હુકમ કરીને શહેર જીલ્લા બહાર મોકલી આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં તુલસી વાટિકા માણેજા ખાતે રહેતો આશિષ હર્ષદભાઈ બારોટ વર્ષ 2023માં મારામારીના ગુન્હામાં ઝડપાયો હતો. જે પહેલા મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં વિઝા અપાવવાના નામે એક નાગરિક પાસે રૂપિયા પડાવી લઈને ઠગાઈ પણ કરી હતી. આ સાથે વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ મથકમાં પણ વર્ષ 2021માં તેના પર ગુન્હો નોંધાયો હતો.
સમગ્ર ગુન્હાહિત પ્રવૃતિઓને ધ્યાને રાખીને મકરપુરા પોલીસે રીઢા આરોપીની તડીપાર દરખાસ્ત પોલીસ કમિશ્નર શ્રીને મોકલી આપવામાં આવી હતી. જ્યાં પોલીસ કમિશ્નર શ્રીના હુકમ અનુસાર આજે આરોપી આશિષ બારોટને ડિટેઇન કરીને વડોદરા શહેર જીલ્લાની હદની બહાર મોકલી આપવામાં આવ્યો હતો.
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી