- લંપટ શિક્ષક નિતીન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીને ખોળામાં બેસાડીને તેની જોડે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે
સંસ્કારી નગરીમાં શિક્ષણજતગને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ધો – 11 માં ભણતી વિદ્યાર્થીનીને લંપટ શિક્ષકે ખોળામાં બેસાડીને તેની જોડે અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં મકરપુરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ લંપટ શિક્ષક નિતીન ચૌહાણ (ઉં. 24) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિતીન ખાનગી ટ્યુશનની સાથે શાળામાં પણ ભણાવતો હોવાનુ સપાટી પર આવવા પામ્યું છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે.
સંસ્કારી નગરી વડોદરાના તરસાલીમાં ચકચાર જગાવી મુકે તેવી ઘટના સામે આવી છે. તરસાલીમાં આવેલા ખાનગી ટ્યુશનમાં ધો- 11 માં ભણતી વિદ્યાર્થીની ભણવા જતી હતી. તાજેતરમાં શિક્ષક નિતીન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીને ખોળામાં બેસાડીને તેની જોડે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો ભોગ બનતા જ પીડિતા ડઘાઇ ગઇ હતી. અને ઘરે જઇને તેણે આ કૃત્ય અંગે માતા-પિતાને જાણ કરી હતી.
ત્યાર બાદ માતા-પિતાએ લંપટ શિક્ષક નિતીન ચૌહાણ સામે મકરપુરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ગણતરીના સમયમાં મકરપુરા પોલીસે આરોપીને દબોચી લીધો છે. પોક્સો કેસનો આરોપી નિતીન ચૌહાણ 24 વર્ષિય છે. અને તે ખાનગી ટ્યુશનની સાથે સાથે શાળામાં પણ ભણાવવા જતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ સાથે તે પર્સનલ ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો.