Connect with us

Vadodara

ઉમેદવારી ફોર્મ ભરતા સમયેથી શરુ થઇ ભવાઈ: એકબીજાને છાંટા ઉડાડતા મેસેજ ફરતા થયા

Published

on

  • હાલના જીલ્લા ભાજપ પ્રમુખ સહીત અન્ય પ્રબળ દાવેદારો એક સમયે બળવાખોર થયા હોવા છતાંય ફોર્મ સ્વીકાર્યાનો અસંતોષ છલક્યો
  •  ચુંટાયેલા પ્રતિનિધિઓએ પણ ઉમેદવારી નોંધાવી આંકડો 55એ પહોચાડ્યો,
  • ભાજપના જ નીતિનિયમો પ્રમાણે ફોર્મ ન ભરી શકનાર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી અને ચુંટણી અધિકારીએ સ્વીકારી પણ લીધી

જીલ્લા ભાજપમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 10-12 નહિ પણ 55 જેટલા ઉમેદવારોએ જીલ્લા ભાજપ અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપે જાહેર કરેલા નિયમોને અવગણીને પણ લોકોએ હોશે હોશે ઉમેદવારી નોંધાવી છે. જોકે ચુંટણી અધિકારીએ પણ તમામ ફોર્મ સ્વીકારી લઈને ફાઈનલ યાદી પ્રદેશમાં મોકલી આપવાની તજવીજ શરુ કરી છે.

પક્ષના નક્કી કરેલા નિયમોમાં જો યોગ્યતા બેસતી હોય તો “સેલ્ફ ડેકલેરેશન” સાથે ઉમદવારી ફોર્મ ભરવા માટે સુચન કર્યું હતું. જોકે હરખઘેલા આગેવાનોએ યોગ્યતાના નિયમોને સમજ્યા વિના જ ઉમેદવારી નોંધાવી દીધી છે. બીજી તરફ સેલ્ફ ડેકલેરેશનને કારણે ઉમેદવારે ભરેલી વિગતો સાચી છે કે ખોટી તેની કોઈ ચકાસણી થાય તેવી શક્યતાઓ નથી. ગુનાહિત પ્રવૃત્તિ ન હોવી જોઈએ , ભ્રષ્ટાચારના આક્ષેપો ન હોવા જોઈએ, પરિવારમાં એક વ્યક્તિ એક હોદ્દાનું પાલન થવું જોઈએ,સસ્પેન્ડ થયેલા ન હોવા જોઈએ આવા અનેક નિયમો બે દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે. છતાંય “સેલ્ફ ડેકલેરેશન”માં આવા નિયમોને કારણે કપાઈ જતા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી દીધી છે.

આવી પ્રક્રિયાને કારણે એકબીજાના પ્રતિસ્પર્ધીઓ અને વિરોધીઓ હવે ઉમેદવારોની ઉમેદવારીને પડકાર ફેંકતા મેસેજો પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓ અને મીડિયા સુધી પહોચાડી રહ્યા છે. જેમાં હાલના જીલ્લાના એક હોદ્દેદાર પણ બાકાત રહ્યા નથી. ભૂતકાળમાં તે હોદ્દેદાર પર IPC 467,468,465 હેઠળ ગુન્હો નોંધાયો હોવા છતાંય ઉમેદવારી કરી હોવાના મેસેજ વહેતા થયા છે. જયારે અન્ય કેટલાક ઉમેદવારોએ પણ ભૂતકાળના ગુન્હાહિત ઈતિહાસને છુપાવીને ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાના સંદેશા પ્રદેશ નેતાઓ સુધી પહોચતા કર્યા છે.

જીલ્લા પંચાયત સભ્ય તરીકે ચુંટાઈને હાલ સુધી હોદ્દો ભોગવતા હોવા છતાય કેટલાક ઉમેદવારોએ પ્રબળ દાવેદારી કરી હોવાના કિસ્સાઓ સપાટી પર આવ્યા છે. જયારે કેટલાક તો પક્ષ માંથી સસ્પેન્ડ થયા બાદ ફરી વાર પક્ષમાં જોડાયા હોવા છતાંય ઉમેદવારી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 55 માંથી કેટલાક ઉમેદવારોના પોતાના બુથ માઈનસમાં ખુલ્યું હોવા છતાંય જીલ્લા ભાજપ અધ્યક્ષ બનવાના સપના જોતા હોવાની વાતે પણ ગણગણાટ શરુ કર્યો છે.

મહત્વનું છે કે , જીલ્લા માંથી 55 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જાહેર કરતા જ હાલના સંગઠન સામેના અસંતોષના પુરાવા પણ સામે આવી ગયા છે.હાલના જીલ્લા અધ્યક્ષ સતીષ પટેલના નિકટના કહેવાતા અનેક આગેવાનોએ પણ સતીષ પટેલ રીપીટ ન થાય તેવી ઈચ્છા સાથે પોતાની ઉમેદવારી નોંધાવતા હવે એકબીજાની છબીને નુકશાન પહોચાડવાનો ખરો ખેલ શરુ થયો છે.   

International11 hours ago

ઓસ્ટ્રેલિયા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર: 12ના મોત, આતંકવાદી હુમલો જાહેર,’બહાદુર’ નાગરિકે શૂટરને પકડ્યો

National12 hours ago

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર: નીતિન નબીન બન્યા BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

Vadodara12 hours ago

વડોદરામાં યોજાયો ‘સાડી ગૌરવ રન’: 4 હજારથી વધુ મહિલાઓએ પરંપરા અને ફિટનેસનો સંદેશ આપ્યો!

Vadodara12 hours ago

વડોદરાના ફતેપુરામાં ચોખા ભરેલો ટ્રક ખાડામાં ફસાયો: VMCની બેદરકારી!

Vadodara15 hours ago

વડોદરા: થર્ટી ફર્સ્ટ પહેલાં PCBની મોટી રેડ! ₹3.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

International2 days ago

H-1B વિઝા પર ટ્રમ્પના આદેશને 20 US રાજ્યોનો પડકાર: $100,000 સુધીની લઘુત્તમ વેતન મર્યાદા પર દાવો

Vadodara2 days ago

વડોદરામાં બેફામ ખોદકામથી ભય: વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે પાયા ખોદતા સર્જન કોમ્પ્લેક્સ નમી પડ્યું, લોકોમાં દોડધામ

Vadodara2 days ago

વડોદરા ક્રાઇમ: 15 દિવસ પહેલા ઉતારેલો 40 લાખનો વીમો બન્યો હત્યાનું કારણ, પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Tech Fact3 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara4 days ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 weeks ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 weeks ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 weeks ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 month ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National1 month ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli2 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending