Connect with us

Vadodara

દેશી ઘી વેચવા માટે આવેલ ઠગ મહિલાઓ પાસે થી નકલી સોનાના સિક્કા સસ્તામાં ખરીદવાની લાલચે દંપતીએ રોકડ રકમ, સોનાના દાગીના સહીત રૂ. 5.60 ગુમાવ્યા

Published

on

વડોદરા જિલ્લાના ભાયલી ગામે દેશી ઘી વેચવા માટે આવેલ બે મહિલાઓ પાસે થી સુથાર ફળિયામાં રહેતી મહિલાને 2 કિલો ઘી ખરીદ્યુ મોંઘુ પડ્યું છે ઘી વેચવા માટે આવેલ ભેજાબાજ ઠગ મહિલાઓએ દંપતીને ખાડો ખોદતાં મળી આવેલ સોના-ચાંદીના સિક્કા દેખાડી વિશ્વાસમાં લઇ સોનાના સિક્કા સસ્તામાં વેચી દેવાનું હોવાનું જાણવતા લાલચમાં આવી ગયેલ દંપતીએ સસ્તામાં સોનાના સિક્કા ખરીદવા ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડ રૂપિયા 3.75 લાખ તેમજ ઘર માંથી સોનાની તૂટેલી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 5.60 લાખ આપતા ઠગ મહિલાઓ નકલી સોનાના સિકકા દંપતીને આપી ફરાર થઇ ગઈ હતી જે અંગે ભોગ બનનાર મહિલાએ ઠગ મહિલાઓ વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ભાયલી ગામના સુથાર ફળિયામાં પરિવાર સાથે રહેતા 42 વર્ષીય તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇ મિસ્ત્રી ગત તા.30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેમના સાસુ ગીતાબહેન સાથે ઘરે હતા. તે દરમિયાન ફળિયામાં દેશી ઘી વેચવા માટે બે મહિલાઓ આવતા તારાબહેનને ઘર વપરાશ માટે ઘી લેવાનું હોય ઘી વેચવા આવેલી મહિલાઓને ઘરે બોલાવી હતી અને તેમની પાસેથી તારાબહેને 2 કિલો ઘી ખરીદી મહિલાઓને ઘીના રૂપિયા 1000 ચૂકવ્યા હતા દરમિયાન ઘી વેચવા આવેલ બે મહિલાઓએ અમો ભૂખ્યા છે જમવાનું હોય તો આપો તેમ જાણવતા તારાબહેનને દયા આવતા બંને મહિલાઓને જમાડ્યા હતા

બને મહિલાઓએ જમ્યા બાદ તારાબહેનને જણાવ્યું કે, તમે અમને જમાડ્યા છે જેથી અમારે તમારું ઋણ ચૂકવવું પડે. તમે અમને એક બોટલ આપો આવતીકાલે તેમાં અમે દૂધ લઇને આવીશું જેથી તારાબહેને પ્લાસ્ટીકનો ડબ્બો આપતા બંને મહિલા ડબ્બો લઇને ચાલ્યા ગયા હતા. અને બીજા દિવસે તા. 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે બંને મહિલાઓ દૂધ લઇને તારાબહેનના ઘરે ફરી આવી હતી. અને બે મહિલા પૈકી એક મહિલાએ પોતાની સાડીના છેડામાં બાંધેલો એક સિક્કો તારાબહેનના પતિ હિમેશભાઇ મિસ્ત્રી અને તારાબહેનને આપ્યો હતો. મહિલાએ દંપતિને જણાવ્યું હતું કે, અમારા શેઠની મોટા રોડ નજીક ગૌશાળા છે. ત્યાં દૂધમાંથી માવો બનાવવા માટેનો ચુલો કરવા ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે સોના-ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો છે.

ઠગ મહિલાઓએ હિમેશભાઇ મિસ્ત્રીને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે, આ સોના-ચાંદી જેવી મળેલી આવેલ વસ્તુનું શું કરવું તેની અમને ખબર પડતી નથી. તે દરમિયાન અન્ય બે મહિલાઓ ઘરમાં આવી પહોંચી હતી. અને સોના જેવા દેખાતા સિક્કા ભરેલી પ્લાસ્ટીકની થેલી મિસ્ત્રી દંપતિ સામે મૂકી દીધી હતી. અને આ સાચા છે કે ખોટા તેની અમને ખબર પડતી નથી. અને કોઈ સોનીને પણ અમે જાણતા નથી જેથી તમે આ સિક્કા લઇ અમને થોડા પૈસા આપી દો તેમ જણાવી અન્ય મહિલાએ તરત રૂપિયા 10 લાખની માંગણી કરી હતી

જોકે આટલી મોટી રકમ ઘરમાં ના હોય હિમેશભાઇએ ઠગ મહિલાઓને જાણવ્યું હતું કે, હાલ ઘરમાં માત્ર રોકડા રૂપિયા 3.75 લાખ જ છે. જેથી મહિલાઓએ આ રકમ ખુબ ઓછી હોવાનું જણાવી જે રોકડ ઘરમાં પડી છે તે અમોને આપી દો અને બાકીના રૂપિયાની બે દિવસમાં વ્યવસ્થા કરી રાખજો. અને ઘરમાં સોનાની તૂટેલી વસ્તુઓ હોય તે પણ અમને આપી દો. જેથી મિસ્ત્રી દંપતિએ ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડા રૂપિયા 3.75 લાખ સહિત બાળકોની તૂટેલી સોનાની 5 વિંટી, તારાબહેનની 1 તોલાની ચેઇન, હિમેશભાઇની 12 ગ્રામની સોનાની લકી, 10 ગ્રામની લેડીઝને પહેરવાની સોનાની લકી સહિત કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ આપી દીધો હતો.

ઠગ મહિલાઓએ સોનાના અસલી દાગીના અને રોકડ રકમના બદલે સોનાના સિક્કા આપી રફૂચક્કર થઇ ઇ હતી. દંપતિએ સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઇ આવતા દંપતિ સ્તબ્ધ થઇ ગયું હતું. અને સમગ્ર મામલે તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇએ મિસ્ત્રીએ ત્રણ ઠગ મહિલાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Vadodara

કંપનીઓ દ્વારા કરાતા આડેધડ પાર્કિંગના કારણે બાઇક સવારને મોત મળ્યું, ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ફરાર

Published

on

આજરોજ બપોરના સમયે નંદેસરી ઔદ્યોગિક વસાહત માં બાઇક ચાલક ને ટેન્કર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ દીપક નાઈટ્રેટ તેમજ સીમાલીન કંપની દ્વારા રોડ રસ્તા ઉપર જ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાતું હોવાથી ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા રહી ગયા છે.

પરંતુ આજ રોજ પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કર ચાલકની અડફેટે આવતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડ નંદેશરી સ્થિત ખાનગી વ્યક્તિના ત્યાં ડ્રાઇવરની નોકરી કરતા હતા.

દીપક નાઈટ્રેટ અને સીમાલીન જેવી કંપનીઓ દ્વારા કરાતા આડેધડ પાર્કિંગને કારણે રસ્તાઓ પર વાહનચાલકોને વાહન ચલાવવાનું મુશ્કેલ બને છે. તેવામાં પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આજે એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે નંદેસરી પોલીસ દોડી આવી હતી અને અકસ્માત સર્જી નાસી ગયેલ ટેન્કર ચાલક ની શોધખોડ આરંભી છે.

Continue Reading

Vadodara

“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા

Published

on

વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના અંતિમ ગામ અને યાત્રાધામ તરીકે ઓળખાતા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. જેને લઇને રાજકીયમોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અને કહ્યું કે, કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ. આ અંગે ધર્મગુરૂ જ્યોતિર્નાથજીએ જણાવ્યું કે, બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી છે, ત્યારે ઠંડા કલેજે ધર્માંતરણનો પગપેંસારો કરવા માટેના પ્રયાસો, તંત્ર કેમ ચુપ ? ડીંડોર સાહેબ શું કરે છે ? પાનશેરીયા સાહેબ શું કરે છે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે ?

ડભોઇના કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું કે, ગઇ કાલે મારા ધ્યાને આવ્યું કે, કરનાળીના આંગણવાડીમાં ઇદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે, તે રીતે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી, માથે રૂમાલ બાંધીને બાળકોને નમાઝ કેવી રીતે પઢાય છે. અને ઇદનું મહત્વ શું છે તે બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કરનાળી એટલે કુબેરભંડારીનું મંદિર, જ્યાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ઘટના દુખદ અને ગંભીર છે. આંગણવાડીના સંચાલક દ્વારા આ વાતને ફેસબુક પર પ્રસિદ્ધી આપવામાં આવી છે. આની પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. કુમળી વયના બાળકો છે, આ ઉંમરે તેમના મગજમાં જે નાંખવામાં આવે તેને સાચુ માનીને ચાલતા હોય છે. કરનાળીની આંગણવાડીમાં એક પણ બાળક મુસ્લિમ ધર્મનું નથી. અગાઉ જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ. જ્યાં પણ આવો બનાવ બનશે, તેને રોકવામાં આવશે.

ધર્મગુરુ જ્યોતિર્નાથજી જણાવે છે કે, વડોદરાના કરનાળી ગામે બાળકોને નમાઝ પઢાવી પર્વની ઉજવણી કરવાનું સામે આવ્યું છે. કરનાળી સનાતન ધર્મની પવિત્રભૂમી છે. ત્યાં આવા કૃત્ય કોની રહેમ રાહમાં થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે. હું એક જગ્યાની નથી વાત કરતો, જામનગરમાં પણ આંગણવાડીનો એક કિસ્સો છે, જેમાં તેમને ધાર્મિક વાતો શીખવાડમાં આવે છે. બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી છે, ત્યારે ઠંડા કલેજે ધર્માંતરણનો પગપેંસારો કરવા માટેના પ્રયાસો, તંત્ર કેમ ચુપ ? ડીંડોર સાહેબ શું કરે છે ? પાનશેરીયા સાહેબ શું કરે છે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે ? વડોદરા-જામનગરના કલેક્ટર ?

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા – જામનગરના શિક્ષણાધિકારીઓ ઉગ્ર પગલાં લે તેવી માગણી છે. ક્યાં કોઇને પણ બક્ષવામાં ન આવે. વારંવાર આવું થાય છે. સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહી આવે, બાળમાનસો સાથે ખેલવાનું બંધ કરજો, નહિ તો વરવા પરિણામો બધાએ ભોગવવા પડશે.

Continue Reading

Vadodara

વડોદરા નેશનલ હાઇવે પર મોંઘીદાટ ગાડીઓમાં નબીરાઓનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Published

on

વડોદરા નેશનલ હાઇવે પર નબીરાઓની સ્ટંટ બાજીનો વિડિયો વાયરલ થયો. જેમાં ચાર થી પાંચ મોંઘીદાટ ગાડીઓમાં સવાર થયેલ નબીરાઓ સ્ટંટ કરતા નજરે પડે છે. સામાન્ય જનતાને દંડ ફટકારતી પોલીસ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા.

વડોદરા નેશનલ હાઇવે પર એક સાથે 4 થી 5 કારે રોડ પર કબ્જે કર્યો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં નબીરાઓએ સ્ટંટ કરી હાઇવે પર ફિલ્મી દ્રશ્યો તાજા કર્યા હતા. લક્સુરિયસ કારને હાઇવે પર વાંકીચૂકી ચલાવી દહેશત ઊભી કરી હતી. અવાર નવાર આવા નબીરાઓ હાઇવે પર આ પ્રકારના સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે. પરંતુ આવા માલેતુજાર પરિવારના નબીરાઓ સામે પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ હોય તેવું જણાઈ આવે છે.

મહત્વનું છે કે, અગાઉ રાજ્યમાં એવા ઘણાય કિસ્સા બની ચુક્યા છે કે જેમાં સ્ટંટબાજી કરવામાં કે પછી ઓવર સ્પીડ પર ગાડી હંકારવવાના કારણે મોટી દુર્ઘટના બની હોય. જેમાં અમદાવાદમાં બનેલ તથ્યકાંડ બાદ ટ્રાફિક શાખાને કડકાઈ દાખવવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય હજુ પણ પોલીસ દ્વારા કોઈ કડકાઈ ન કરવામાં આવતી હોય આવા નબીરાઓ બેફામ બનતા જઈ રહ્યા છે. જેથી પોલીસ દ્વારા આવા નબીરાઓ પર કડક વલણ દાખવવા માંગ ઉઠી છે.

Continue Reading

Trending