વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધામાથે પડ્યું છે. જેના કારણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા છે. સ્થાનિકો દ્વારા આરોપ મુકવામાં આવ્યો કે, વોટર ટેન્ડરનો ચાલક નશાની હાલતમાં છે. જો કે, ચાલકે આરોપો નકારી કાઢ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર ઓફીસર પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
વડોદરાના ડભોઇ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્ડર (પાણીનો બંબો) પુરપાટ ઝડપે જાય છે. દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર ઉંધો થઇ જાય છે. આ ઘટનામાં એક્ટીવા ચાલક મહિલાનો અકસ્માત થાય છે. અને તેઓ ઇજાગ્રસ્ત થાય છે. મહિલાને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી છે. જ્યારે લોકોએ ફાયર ટેન્ડર ચલાવનાર શખ્સને અટકાયત કરીને તેને પકડી લીધો છે. અને તે શખ્સ નશામાં હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.
Advertisement
સ્થાનિક સર્વે જણાવે છે કે, ડ્રાઇવર નશાની હાલતમાં જણાય છે. ફુડ ટર્ન મારતા એક મહિલા બચી ગઇ છે. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થલ લઇ જવામાં આવ્યા છે. બેન નજીક ગાડી પલટી ગઇ હતી. આ ભાઇ ગાડી ચલાવતા હતા. રાઇટ સાઇડથી ગાડી લઇને રોંગ સાઇડ આવ્યા હતા. અને ગાડી પલટી ગઇ હતી. તમે ગાડી જોશો તો તમને ખબર પડી જશે. રોડ પર વ્હીલના નિશાનો છે. આ ગંભીર બેદરકારી છે. આ શખ્સનું ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ થવું જોઇએ.
ફાયર સબ ઓફીસર જણાવે છે કે, અમે ટ્રાયલ માટે નિકળ્યા હતા. મારી સાથે ડ્રાઇવર હતો. તે ચલાવતો હતો. કોઇ જાનહાની થઇ નથી. નશામાં હોવા અંગે જવાબ આપ્યો કે, બિલકુલ નહી. આ અંગે ફાયર ઓફીસર અમિત ચૌધરી જણાવે છે કે, લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નિકળ્યું હતું. કોઇ કારણોસર તે પલટી મારી ગયું છે. અત્યારે અમે સ્થળ પર આવ્યા છીએ. તેને સીધું કરીશું. આમાં એક ડ્રાઇવર અને ક્લિનર હશે.