Vadodara
વડોદરામાં પેટ્રોલ ભરેલ રેલ્વે વેગનમાં ભીષણ આગ અજાણ્યા શખ્સનો મૃતદેહ ભડતું થયેલી હાલતમાં મળી આવતા ચકચાર
Published
9 months agoon
વડોદરામાં વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલ્વે વેગનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. ઘટના સ્થળેથી ભડતું થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબુ મેળવી રેલવે વેગ્નને વડોદરાથી રવાના કરી દેવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પંડ્યા બ્રિજ થી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતા વડીવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં હાઈ ટેન્શન લાઇન પાવર સપ્લાય બંધ કરીને ફાયર વિભાગની ટીમે કામગિરી શરુ કરી ભારે જહેમત બાદ આગ કાબુમાં મેળવ્યો હતો. આ દરમિયાન ફાયરના જવાનોને સ્થળે થી અજાણ્યા શખ્સનો મૃતદેહ ભડતું થયેલી હાલતમાં મળી આવતા મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
કોઈ અજાણ્યો વ્યક્તિ રેલવે વેગન પર ચડ્યો હશે અને તે સમયે હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેનું સળગી જવાથી મોત થયું હોવાનું અનુમાન છે. જોકે, આગ રેલવે વેગન પર હતી તેનું કારણ હજી અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. GRP અને RPF એ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી વેગ્નને વડોદરા થી રવાના કરી દેતા આશ્ચર્ય સર્જાયું.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો