વડોદરા જિલ્લાના વરણામા ખાતે આવેલ રામનાથ ગામે રહેતા પતિને દારૂ પીવાની ટેવ હોય પતિને દારૂ પીવાંની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ પતિએ પત્ની સાથે ઝગડો કરી પત્નીને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા પત્નીનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે સાળાએ બનેવી વિરુદ્ધ વરણામા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂનનો ગુનો નોંધી હત્યારા પતિની ધટપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના જોરાપુરા ખાતે રહેતા પ્રણય બળવંતસિંહ ચાવડાના મોટા બહેન દિપીકાબેનના લગ્ન વર્ષ 2019માં વડોદરા તાલુકાના રામનાથ ગામે રહેતા યુવરાજસિંહ જશવંતસિંહ પઢીયાર સાથે થયા હતા. પરંતુ પતિ યુવરાજસિંહને દારૂ પીવાની ટેવ હોય પત્ની દીપિકાબેન પતિને દારૂ ન પીવા ટોકતી હતી.
જેને લઈને પતિ પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા દીપિકાબેન પતિનું ઘર છોડી એક વર્ષ થી પિતાના ઘરે આવી ગયા હતા. જો બાદ પતિ યુવરાજસિંહ દ્ધારા તેમની સાસરી માં જઈ હવે થી દારૂ નહિં પીવાની અને ઝગડો નહિ કરવાની બાંહેધરી આપતા દીપિકા બેન પતિ સાથે તેમની સાસરી માં રહેવા ગયા હતા
દરમિયાન ગત તા. 17 નવેમ્બરના રોજ પતિ યુવરાજસિંહ દારૂ પી ઝગડો કરતા દીપિકાબેને પતિને દારૂ પી ઝગડો ના કરવા ટોકતા ઉશ્કેરાઈ ગયેલ પતિએ સાંજના પોણા સાત વાગ્યાની આસપાસ ગળાના ભાગે ચપ્પુ મારી દેતા ગંભીર ઇર્જાગ્રસ્ત થયેલ દીપિકા બેન ને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ આવી અને દીપિકા બેન ને મૃત જાહેર કર્યા હતા.
જે અંગેની જાણ દીપિકાબેન ના પરિવારજનો ને થતા તેમના માતા-પિતા તથા ભાઈ દીપિકા બેન ની સાસરી રામનાથ ગામે દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા દીપિકા બેન મૃત હાલતમાં પડેલ હતા તેમજ ગળાની ડાબી બાજુએ ચપ્પુ વાગેલાનો ચીરો પડેલો હતો અને શરીર ઉપર લોહી નીકળી સુકાઇ ગયેલાના ડાઘા હતા.
સમગ્ર મામલે મૃતક દીપિકા બેનના નાના ભાઈ પ્રણય બળવંતસિંહ ચાવડા દ્ધારા વરણામા પોલીસ મથકે બેન ના હત્યારા બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂન નો ગુનો નોંધી હત્યારા પતિ યુવરાજસિંહ જશવંતસિંહ પઢીયારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.