Vadodara
દૂઘ ખરીદવા જેવી બાબતે લોહી વહ્યું, બે સારવાર હેઠળ
Published
2 weeks agoon
- પુત્રને બોલાવતા તેણે આવીને પુછ્યું કે, મારા પપ્પાને કેમ માર્યું, આટલી વાતે જ તેણે મારામારી ચાલુ કરી દીધી હતી. વાત આટલી મોટી થઇ તે ખોટું થયું છે
વડોદરા માં દૂધ લેવા ગયેલા યુવક દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. અને આ ઘટનામાં ઇજાગ્રસ્તને વધારે લોહી નીકળતા બે ને સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા છે. દૂધ લેવા ગયેલા યુવકે, થેલી માંગી હતી. તે થેલી ના રૂ. 1 દુકાનદાર દ્વારા માંગવામાં આવ્યા બાદ મામલો બિચક્યો હતો. આ મામલે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં દિવસેને દિવસે નજીવી બાબતે ખૂની હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ અટલાદરા વિસ્તારમાં ઉછીના આપેલા રૂ. 100 પરત માંગતા યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આજે દૂધ લેવા ગયેલા યુવકે થેલી માંગતા મામલો બીચક્યો હતો. અને આ મામલે હુમલો કરતા બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇજાગ્રસ્તના પરિચીત મહિલાએ આરોપ મુકતા જણાવ્યું કે, જણાવ્યું કે, ઘટના સમયે હું ત્યાં હાજર ન્હતી. પણ આકાશ ભગવાનદાસ લાલવાણી મારો ભાઇ થાય છે. તેને વાગ્યું હતું. તેણે મને ફોન કર્યો, ત્યારે મેં તેને જોયું કે ઘણું વાગ્યું છે. ગુડ્ડુ ભાઇની તબિતય વધારે સિરિયસ છે. એક દુધની થેલી, ખાલી થેલી માટે માંગી, તો દુકાનદારે કહ્યું કે, રૂ. 1 થશે. ત્યાર બાદ તેણે માર માર્યો હતો. બાદમાં મારા ભાઇએ દુકાનદારના પુત્રને બોલાવ્યો હતો. તેણે આવીને પુછ્યું કે, મારા પપ્પાને કેમ માર્યું, આટલી વાતે જ તેણે મારામારી ચાલુ કરી દીધી હતી. વાત આટલી મોટી થઇ તે ખોટું થયું છે. તે લોકોની પણ હાલત આવી થવી જોઇએ. મારા ભાઇને માથામાં અને દુકાનદારને મણકામાં વાગ્યું છે. આકાશભાઇને માથામાં 20 ટાંકા આવ્યા છે. આરોપીઓનો વરઘોડો કાઢવો જોઇએ.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!