Vadodara
કાચા સમોસા બનાવવા માટે બે સગીર પાસે બાળમજુરી કરાવતા વેપારીઓની ATHUએ ધરપકડ કરી
Published
8 months agoon
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સમોસાના હોલસેલર વેપારીઓ દ્વારા બે સગીર વયના બાળકોને કામે રાખીને તેઓ પાસે રાત્રિના દરમિયાન સમોસા બનાવવાની કામગીરી કરાવતા હોવા ની જાણકારી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 12 વર્ષ તેમજ 14 વર્ષ એમ બે બાળકોને બાળમજૂરી માંથી મુક્ત કરાવીને વેપારીની અટકાયત કરી હતી.
વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બળજબરીથી બાળમજૂરી કરાવતા વેપારીઓ તેમજ ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એનટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરાવવામાં આવે છે જેમાં એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગ યુનિટના સ્ટાફને બાદમે મળી હતી કે માંજલપુર જીઆઇડીસી કોલોની પાસે આવેલા ચતુરાઈ નગર ના રહેણાંક મકાનમાં રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગી રાત્રિના ત્રણ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સગીર વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે.
જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા બે બાળકો હાજર મળી આવ્યા હતા. જેઓની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ જાણવા મળી હતી. બાળકોનું નિવેદન લેતા તેઓ પાસે રાત્રિના સમયે કાચા સમોસા બનાવવા ની કામગીરી કરાવવામાં આવતી હતી. અને તે પેટે માસિક 9000 રૂપિયા પગાર બંને વેપારીઓ આપતા હતા. સગીર વયના બાળકોનું આર્થિક તેમજ માનસિક શોષણ થતું હોવાની ખાતરી થતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા રામલાલ લોગરજી ડાંગી તેમજ નરેન્દ્ર હેમરાજ ડાંગીની ધરપકડ કરીને બંને સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!