Vadodara

કાચા સમોસા બનાવવા માટે બે સગીર પાસે બાળમજુરી કરાવતા વેપારીઓની ATHUએ ધરપકડ કરી

Published

on

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સમોસાના હોલસેલર વેપારીઓ દ્વારા બે સગીર વયના બાળકોને કામે રાખીને તેઓ પાસે રાત્રિના દરમિયાન સમોસા બનાવવાની કામગીરી કરાવતા હોવા ની જાણકારી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 12 વર્ષ તેમજ 14 વર્ષ એમ બે બાળકોને બાળમજૂરી માંથી મુક્ત કરાવીને વેપારીની અટકાયત કરી હતી.

Advertisement

વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બળજબરીથી બાળમજૂરી કરાવતા વેપારીઓ તેમજ ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એનટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરાવવામાં આવે છે જેમાં એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગ યુનિટના સ્ટાફને બાદમે મળી હતી કે માંજલપુર જીઆઇડીસી કોલોની પાસે આવેલા ચતુરાઈ નગર ના રહેણાંક મકાનમાં રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર  ડાંગી રાત્રિના ત્રણ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સગીર વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે.

Advertisement

જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા બે બાળકો હાજર મળી આવ્યા હતા. જેઓની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ જાણવા મળી હતી. બાળકોનું નિવેદન લેતા તેઓ પાસે રાત્રિના સમયે કાચા સમોસા બનાવવા ની કામગીરી કરાવવામાં આવતી હતી. અને તે પેટે માસિક 9000 રૂપિયા પગાર બંને વેપારીઓ આપતા હતા. સગીર વયના બાળકોનું આર્થિક તેમજ માનસિક શોષણ થતું હોવાની ખાતરી થતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા રામલાલ લોગરજી ડાંગી તેમજ નરેન્દ્ર હેમરાજ ડાંગીની ધરપકડ કરીને બંને સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version