મંજુસર નજીક ગમખ્વાર અકસ્માતને પગલે ટ્રાફિક જામ
- સાવલી-વડોદરા હાઈવે પર મંજુસર પાસે સર્જાયો ભીષણ અકસ્માત.
- રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર: ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
- સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો.
વડોદરા-સાવલી હાઈવે પર આવેલા મંજુસર ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા અને મોટરસાઈકલ વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, મંજુસર ગામ નજીક ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને ભારે નુકસાન થયું હતું અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડીને ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જોકે બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.