- ગોકુળનગરમાં બનાવ: બાજવા-કરચિયા રોડ સ્થિત ગોકુળનગરમાં કાજલબેન હર્ષદભાઈ માળીએ વહેલી સવારે એસિડ પી લીધું.
- સારવાર દરમિયાન મોત: પરિણીતાને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.
- SSG હોસ્પિટલમાં PM: બનાવ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ મોકલાવાયો.
- પોલીસ તપાસ શરૂ: પરિણીતાએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ વિગતો મેળવવા તપાસ તેજ કરી.
વડોદરા શહેર નજીક આવેલા બાજવા-કરચિયા રોડ પરથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોકુળનગર વિસ્તારમાં વહેલી સવારે એક પરિણીતાએ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પરિણીતાનું ટૂંકી સારવાર બાદ મો*ત નીપજતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાજવા-કરચિયા રોડ પર આવેલા ગોકુળનગરમાં રહેતા કાજલબેન હર્ષદભાઈ માળીએ કોઈ કારણોસર વહેલી સવારે ઘરમાં રહેલું એસિડ પી લીધું હતું. એસિડ ગટગટાવી લેતાં જ તેમની તબિયત લથડી હતી અને ભારે અસ્વસ્થતા સર્જાઈ હતી. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં જ તેઓ તાત્કાલિક કાજલબેનને સારવાર અર્થે નજીકની શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
શ્રીજી હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એસિડની ગંભીર અસરને કારણે સારવાર દરમિયાન જ કાજલબેન માળીનું કરુણ મો*ત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે પરિણીતાના મૃ*તદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પરિણીતાએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.