Vadodara

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Published

on

  • સામાન્ય બાબતે આપઘાત: બાપોદમાં લગ્નજીવનના માત્ર દોઢ વર્ષમાં 20 વર્ષીય પૂજાબેને પાણીપૂરી બાબતે માઠું લાગી જવાથી જીવન ટૂં*કાવ્યું.
  • પતિ રિક્ષા આપવા જતા રિસામણા: પતિ ભાડાની રિક્ષા પરત આપવા જમ્યા વગર જતા રહેતા પરિણીતાને માઠું લાગ્યું હતું.
  • સાસણ અને હોસ્પિટલની દોડધામ: વહેલી સવારે 3 વાગ્યે ઘટના સામે આવતા પતિ સયાજી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ મૃ*ત જાહેર કર્યા.
  • પોલીસ તપાસ શરૂ: બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પિયર પક્ષના નિવેદનના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા રામદેવ નગર ખાતે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર પાણીપૂરી ખાવા જેવી સામાન્ય બાબતે થયેલી ગેરસમજ અને માઠું લાગી જવાથી માત્ર 20 વર્ષની યુવા પરિણીતાએ પોતાના જ ઘરમાં ગ*ળેફાં*સો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ દુર્ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, બાપોદના રામદેવ નગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ગણેશભાઈ વસાવા સાથે પૂજાબેનના લગ્ન માત્ર દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા. ઘટનાની રાત્રે પૂજાબેને પોતાના પતિને ઘરે આવતી વખતે પાણીપૂરી લઈને આવવા કહ્યું હતું અને પોતે બટાકા બાફી દેશે તેમ જણાવ્યું હતું. ગણેશભાઈ જ્યારે પાણીપૂરી લઈને ઘરે પહોંચ્યા ત્યારે પૂજાબેને તેમને સાથે બેસીને જમવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ, ભાડાની રિક્ષા તેના માલિકને સમયસર પરત આપવાની હોવાથી ગણેશભાઈ જમ્યા વગર જ તાત્કાલિક બહાર જતા રહ્યા હતા. પતિ પોતાની સાથે જમ્યા વગર જ જતા રહેવાની આ વાત પૂજાબેનના મનમાં લાગી આવી હતી અને તેમને તેનું ખૂબ માઠું લાગ્યું હતું.

​થોડા સમય બાદ ગણેશભાઈ રિક્ષા પરત આપીને ઘરે આવ્યા અને પત્ની સાથે બેસીને પાણીપૂરી પણ ખાધી હતી, છતાં પૂજાબેનના મનમાંથી નારાજગી ગઈ ન હતી. આ બાબતે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી. પતિએ પત્નીને ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો છતાં પૂજાબેન રિસાયેલા રહ્યા હતા. મોડી રાત્રે પલંગ પર સૂતેલા પૂજાબેન અને સોફા પર સૂતેલા ગણેશભાઈ વચ્ચે મોડી રાત સુધી વાતો થઈ હતી, પરંતુ થાકને કારણે ગણેશભાઈને ઝોકું આવી ગયું હતું.

દરમિયાન, વહેલી સવારે આશરે 3:00 વાગ્યાના અરસામાં ગણેશભાઈની અચાનક ઊંઘ ઊડતા તેમણે નજર કરી તો તેમના હોશ ઉડી ગયા હતા. પૂજાબેને પોતાના જ સ્કાફ વડે ગ*ળેફાં*સો ખાઈ લીધો હતો. ગભરાઈ ગયેલા પતિએ તાત્કાલિક પત્નીને નીચે ઉતારી વડોદરાની સયાજી હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં બાપોદ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. મૃ*તક પૂજાબેનના પિયર પક્ષે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે અગાઉ ક્યારેય કોઈ મોટો ઝઘડો થયો ન હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Trending

Exit mobile version