Vadodara

વડોદરામાં સનસનાટીભર્યો ખુલાસો: ગોરવા મધુનગરના ગુમ યુવક મોહનસિંહ ચૌહાણનો મૃ-તદેહ રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

Published

on

  • કેનાલમાંથી મૃતદેહ મળ્યો: ગોરવા મધુનગરમાં રહેતા 25 વર્ષીય મોહનસિંહ ચૌહાણનો રાયપુરા નર્મદા કેનાલમાંથી શંકાસ્પદ મૃ*તદેહ મળ્યો.
  • પરિવારના ગંભીર આક્ષેપો: સોફિયાન અને અનિશ નામના બે શખ્સો યુવકને ઘરેથી બોલાવી ગયા હતા અને કેનાલમાં ધક્કો માર્યાનો પરિવારજનોનો દાવો.
  • જાનથી મારવાની ધમકીની આશંકા: અગાઉ ધમકી આપવામાં આવી હોવાનું જણાવી પરિવારજનોએ હ*ત્યાની આશંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી.
  • પોલીસ તપાસ શરૂ: ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ શ*બ બહાર કાઢ્યું અને પોલીસે આક્ષેપોના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર જનકપુરી ખાતે રહેતો 25 વર્ષીય યુવક મોહનસિંહ ચૌહાણ છેલ્લા બે દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતો, જેનો શંકાસ્પદ મૃ*તદેહ આજરોજ રાયપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે મૃ*તકના પરિવારજનોએ બે યુવકો સામે હત્યાનો ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોરવાના મધુનગરમાં રહેતા મોહનસિંહ ચૌહાણ બે દિવસ પૂર્વે અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની ભારે શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન આજરોજ રાયપુરા નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃ*તદેહ તરતી હાલતમાં હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત અને કશકૌશલ્ય બાદ યુવકની ડે*ડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેની ઓળખ મોહનસિંહ ચૌહાણ તરીકે થઈ હતી.

યુવકનો મૃતદેહ મળ્યા બાદ મામલો હ*ત્યા તરફ વળ્યો છે, કેમ કે મૃ*તકના પરિવારજનોએ સોફિયાન અને અનિશ નામના બે યુવકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, આ બંને યુવકો ઘટનાના બે દિવસ પહેલા મોહનસિંહને તેમના ઘરેથી બોલાવીને સાથે લઈ ગયા હતા અને અગાઉ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરિવારજનો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે આ બંને યુવકોએ જ મોહનસિંહને કેનાલમાં ધક્કો મારીને હ*ત્યા કરી છે.

યુવકના અકાળે અને શંકાસ્પદ મો*તને લઈને પરિવારજનોમાં શોક સાથે ભારે રોષ પ્રજવલિત થયો છે અને તેઓ વહેલી તકે ન્યાય મળે તથા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે ગોરવા પોલીસે પરિવારજનોના આક્ષેપો અને ટેકનિકલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને સાચી દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version