Vadodara
વધુ એક જોખમી સવારીનો વીડિયો વાયરલ: પોર હાઈવે પર 50 જેટલા શ્રમિકોને બેસાડી જીવ જોખમમાં મુકતો ટેમ્પો ચાલક
Published
8 months agoon
એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે લોકોની સુરક્ષા ને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ હાઇવે ઉપર બેફામ લોકોને બેસાડી વાહનો પરિવહન કરતાં તત્વો સામે કાર્યવાહી ક્યારે કરશે. ત્યારે શ્રમિકોને બેસાડી એક ટેમ્પો ચાલક બેફામ ગાડી હાંકી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. એક તરફ જીવન સુરક્ષા માટે રાજ્યનું વહીવટી તંત્ર સફાળા જાગી ઉઠ્યું છે. નગરપાલિકાઓ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતા તત્વો બેફામ બન્યા છે.
જાણે તેમની પર કોઈ લગામ જ રહી ન હોય તેમ વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો બેફામ હંકારી રહ્યા છે. પોતાનો જીવ તો ખરો જ સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. એક તરફ બાઈક કે અન્ય વાહન પર ત્રણ સવારી હોય તો ટ્રાફિક પોલીસ મેમો ફાડી દંડનીય કાર્યવાહી કરે છે. ફોરવીલ કારમાં પણ વધુ લોકો બેઠા હોય તો તેની સામે પણ કાર્યવાહી થતી હોય છે.
ત્યારે વડોદરા નજીક પોર હાઇવે પર એક ટેમ્પામાં આશરે 50 જેટલા શ્રમિકોને બેસાડી પૂરપાટ ચાલક હંકારી રહ્યો હોવાનો એક વિડિયો પાછળથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ ટેમ્પો નો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો