Dabhoi
વડોદરા ડભોઇ રોડ ખાતે આવેલ ક્રિષ્ના ગુડ ડેકોર અને બ્લુ જેમ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ, 30 ફાયર લાશ્કરો આગ પર કાબુ મેળવવા કામે લાગ્યા
Published
1 year agoon
વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે યમુના મિલની સામે આવેલ ક્રિષ્ના ગુડ ડેકોર અને તેની બાજુનો સેડ માં આવેલ બ્લુ જેમ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. અને આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ગાજરાવાડી, દાંડિયા બજાર, પાણીગેટ તેમજ જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે શહેરના ડભોઇ રોડ ખાતે આવેલ આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નંબર 5 ડભોઈ રોડ યમુના મિલ ની સામે ક્રિષ્ના ગુડ ડેકોર માં અને બાજુના સેડમાં આવેલ બ્લુ જેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા આગ પર કાબુ મેળવવા ગાજરાવાડી, દાંડિયા બજાર, પાણીગેટ સહીત જીઆઇડીસી ફાયર સ્ટેશનના 30 જેટલા ફાયર લાશ્કરો અને ચાર અધિકારીઓ 8 અગ્નિશમન વાહનો સાથે ઘટના સ્થળે તાબડતોબત દોડી આવ્યા હતા અને આગ પર સતત પાણીનો મારો ચલાવી ત્રણ કલાક ની ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબુમાં મેળવ્યો હતો જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની સામે આવી ન હતી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી.
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી