Connect with us

City

સેલિબ્રિટીને ફોલો કરવા માટે રૂપિયાની લાલચ આપી પૈસા પડાવતી ટોળકી ઝડપાઇ

Published

on

યુ ટયુબ પર નવા ઉભરતા સેલિબ્રિટિને ફોલો કરવા માટે રૃપિયાની લાલચ આપી લોકોને પોતાની માયાજાળમાં ફસાવી રૃપિયા પડાવતી સુરતની ઠગ ટોળકીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી છે.ટોળકીના કરતૂતોની વધુ તપાસ માટે પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરીને એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ખુશ્બુ મયંક ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ પર ઇન્ટરનેશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું કે, યુટ્યુબ સેલિબ્રિટીને ફોલો કરવા માટે 2 હજારથી 10 હજાર રુપિયા આપવામાં આવશે. આ માટે ટી-સિરીઝનો વીડિયો પણ આપ્યો હતો. જેને લાઇક કરવાના ટાસ્ક સુધીની વાત વ્હોટ્સએપમાં થઇ હતી.

ત્યારબાદ ટાસ્ક અંગે ટેલિગ્રામ આઈડી આપવામાં આવ્યું હતું. ટેલિગ્રામ આઇડી પરથી યુટ્યુબ સેલિબ્રીટીને ફોલો કરી પૈસા કમાવવાની લાલચે થોડાક પૈસા આપવામાં આવ્યા હતા. જીઆઇજી કંપનીનો બનાવટી ગેરેન્ટી એગ્રીમેન્ટ મોકલી લાખો રૂપિયા પરત મળ્યાના સ્ક્રિનશોટ મોકલીને વિશ્વાસમાં લીધા હતા અને ટાસ્ક ક્લિટર કરવાના બદલામાં યુપીઆઇ આઇડી તથા એકાઉન્ટમાં રૂ. 25 લાખ ભરાવડાવ્યા હતા.

અને પછી કહ્યું હતું કે, વધુ ઇન્વેસ્ટ કરશો તો ઇન્વેસ્ટ કરેલા પૈસા પરત મળશે. જો નહીં કરો ભરો તો કોઇ રૂપિયા નહીં મળે. આમ પૈસા કઢાવવા સતત માંગણી કરતા ફરિયાદીના પતિ ડિપ્રેશનમાં આવી ગયા હતા આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આખરે ફરિયાદ નોંધાતા પોલીસે 8 આરોપીને વડોદરા સાયબર ક્રાઇમે દબોચી લીધા છે અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

City

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Published

on

વડોદરા શહેરમાં શરાબનો જથ્થો ખાલી કરવાની કોશિશ કરતા બે બુટલેગરો પોલીસમે જોઈને શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા હતા.જેમાં પોલીસે કાર તરમાજ શરાબનો જથ્થો મળીને કુલ 2.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શહેરના બાપોદ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પર APMC પાસે વીણા એન્ટરપ્રાઇઝ પાસે એક કાર ઉભી છે જેમાં વિદેશી શરાબ ભરેલો હોય તેમ લાગે છે. જે માહિતીના આધારે પોલીસ સ્થળ પર પહોંચતા પોલીસ આવતી જોઈને કારમાં બેસેલા બે વ્યક્તિઓ કાર મૂકીને APMCની પાછળના ભાગે નાસી છૂટયા હતા.તેઓની શોધખોળ કરતા તેઓ મળી આવ્યા ન હતા.

બાપોદ પોલીસે કારમાં તપાસતા વિવિધ બ્રાન્ડની નાની મોટી વિદેશી શરાબની 1296 જેટલી બોટલો મળી આવી હતી.જે સાથે બે મોબાઈલ ફોન સહિત હ્યુન્ડાઇ કંપનીની વડોદરા પારસિંગની કાર પણ કબ્જે લીધી હતી. બાપોદ પોલીસે કુલ 2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લઈને કાર માલિક તેમજ ચાલક સાહિત પોલીસ જોઈને ભાગી ગયેલા અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

Continue Reading

City

કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈને આવતા બુટલેગરને વરણામાં પોલીસે રસ્તા માંજ દબોચી લીધો,9 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Published

on

વડોદરા શહેરના વરણામાં પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબ ભરેલી એક કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરણામાં પોલીસ મથકમાં સ્ટાફને બાતમી મળી હતી કે, શાહપુરા ગામે બુટલેગર સચિન પાટણવાડીયા દ્વારા વિદેશી શરબનો વેપલો કરવા માટે મારુતિ બ્રેઝા કારમાં વિદેશી શરાબ લાવવામાં આવી રહ્યો છે. જે કાર સલાડ ગામ તરફથી શાહપુરા ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે શાહપુરા ગામ પાસે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમી વાડી બ્રેઝા કાર આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરતા પાછલી સીટ પર બેસેલો એક વ્યક્તિ કાર માંથી ઉતરીની નાસી છૂટ્યો હતો.જ્યારે કારમાં ડ્રાઇવર સીટ પર કમલાપ્રસાદ ઉર્ફે કાવો કહાર તેમજ બાજુની સીટ પર સચિન પાટણવાડીયા બેસેલો મળી આવ્યો હતો.

જ્યારે મારુતિ બ્રેઝા કારમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી સચિન પાટણવાડીયા તેમજ વડોદરાના આજવા રોડ પર રહેતો કમલાપ્રસાદ ઉર્ફે કાવો કહારની ધરપકડ કરી હતી.જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી સુનિલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી એક મારુતિ બ્રેઝા કાર ,1572 નંગ વિદેશી શરાબની બોટલો તેમજ બે મોબાઈલ ફોન મળીને 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Continue Reading

City

પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે ઘર આંગણે બેઠેલી ચાર વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું

Published

on

વડોદરા શહેરના જલારામ નગર માં પરિવાર સાથે રહેતી ચાર વર્ષની માસુમ બાળકી ઘર આંગણે બેઠી હતી તે દરમિયાન વહેલી સવારે પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે ઘર આંગણે બેઠેલી ચાર વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા બાળકીને ગંભીર ઇર્જાઓ પહોંચતા તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી જયાં ટૂંકી સારવાર બાદ માસુમ બાળકીનું મોત નિપજતા જલારામ નગર માં છવાયો સન્નાટો છવાઈ ગયો હતો

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે આવેલ જલારામ નગર વિભાગ-2 માં રહેતા અને શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરતા મૂળ ઉત્તર પ્રદેશના કુશહવા પરિવારની ચાર વર્ષની માસુમ પુત્રી બે દિવસ અગાઉ સવારે આઠ વાગ્યાના સમય ની આસપાસ ઘર આંગણે બેઠી હતી તે દરમિયાન અયોધ્યા નગર જતા રોડ પર થી પાલિકાની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડી ના ચાલકે તકેદારી ન રાખતા ઘર આંગણે બેસેલ માસુમ બાળકીને અડફેટે લીધી હતી અને બાળકી ગાડીની અડફેટે આવતા ચાલકે ઘટના સ્થળે થી ભાગવા ગાડી સ્પીડમાં રિવર્સ લેતા ફરી થી માસુમ નેન્સી ગાડીના ટાયર નીચે આવતા ગાડીનો ચાલક કચરાની ગાડી સ્થળ પર છોડી ભાગી ગયો હતો.

પાલિકાની ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડી ના ચાલકની બેદરકારીના કારણે ચાર વર્ષની માસુમ નેન્સીને ગંભીર ઈર્જાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તબીબો દ્ધારા નેન્સીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી જયાં ટૂંકી સારવાર બાદ માસુમ નેન્સીનું મોત નીપજ્યું હતું. નેન્સીના નિધનથી વીએમસી પ્રત્યે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે હરણી પોલીસ મથક માં મૃતક નેન્સી ના પિતા બ્રિજેશકુમાર કુશહવા દ્ધારા પાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા આવતી ગાડી ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે થી પાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડી કબ્જે કરી ગાડી ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending