City

સેલિબ્રિટીને ફોલો કરવા માટે રૂપિયાની લાલચ આપી પૈસા પડાવતી ટોળકી ઝડપાઇ

Published

on

યુ ટયુબ પર નવા ઉભરતા સેલિબ્રિટિને ફોલો કરવા માટે રૃપિયાની લાલચ આપી લોકોને પોતાની માયાજાળમાં ફસાવી રૃપિયા પડાવતી સુરતની ઠગ ટોળકીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી છે.ટોળકીના કરતૂતોની વધુ તપાસ માટે પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરીને એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ખુશ્બુ મયંક ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ પર ઇન્ટરનેશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું કે, યુટ્યુબ સેલિબ્રિટીને ફોલો કરવા માટે 2 હજારથી 10 હજાર રુપિયા આપવામાં આવશે. આ માટે ટી-સિરીઝનો વીડિયો પણ આપ્યો હતો. જેને લાઇક કરવાના ટાસ્ક સુધીની વાત વ્હોટ્સએપમાં થઇ હતી.

Advertisement

ત્યારબાદ ટાસ્ક અંગે ટેલિગ્રામ આઈડી આપવામાં આવ્યું હતું. ટેલિગ્રામ આઇડી પરથી યુટ્યુબ સેલિબ્રીટીને ફોલો કરી પૈસા કમાવવાની લાલચે થોડાક પૈસા આપવામાં આવ્યા હતા. જીઆઇજી કંપનીનો બનાવટી ગેરેન્ટી એગ્રીમેન્ટ મોકલી લાખો રૂપિયા પરત મળ્યાના સ્ક્રિનશોટ મોકલીને વિશ્વાસમાં લીધા હતા અને ટાસ્ક ક્લિટર કરવાના બદલામાં યુપીઆઇ આઇડી તથા એકાઉન્ટમાં રૂ. 25 લાખ ભરાવડાવ્યા હતા.

અને પછી કહ્યું હતું કે, વધુ ઇન્વેસ્ટ કરશો તો ઇન્વેસ્ટ કરેલા પૈસા પરત મળશે. જો નહીં કરો ભરો તો કોઇ રૂપિયા નહીં મળે. આમ પૈસા કઢાવવા સતત માંગણી કરતા ફરિયાદીના પતિ ડિપ્રેશનમાં આવી ગયા હતા આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આખરે ફરિયાદ નોંધાતા પોલીસે 8 આરોપીને વડોદરા સાયબર ક્રાઇમે દબોચી લીધા છે અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Advertisement

Trending

Exit mobile version