Editor's Exclusive

મોસ્ટ સીનીયર અને બેવડા હોદ્દાઓ સાથેના સંગઠનથી અનેક નેતાઓમાં નારાજગી વ્યાપી

Published

on

  • 50થી વધુ અને 65 સુધીના અનેક હોદ્દેદારોના નામ નવા સંગઠનમાં આવતા ભાજપનો જ આંતરિક નિયમ તુટ્યો
  • એક વ્યક્તિ એક હોદ્દો, એક પરિવાર એક હોદ્દોનો નિયમ પણ તુટ્યો, માનીતાને રાજી કરવામાં જીલ્લાના અનેક નેતાઓ નારાજ થયા

(મૌલિક પટેલ -એડિટર) વડોદરા જીલ્લા ભાજપ સંગઠનની રચના થતા જ નારાજગીના રુઝાન આવવાના શરુ થઇ ગયા છે. 60+ ના જીલ્લા અધ્યક્ષની ટીમમાં રીપીટ હોદ્દાઓ, મોસ્ટ સીનીયર એટલે કે 50 થી 65 વચ્ચેની ઉમરના હોદ્દાઓ અને એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા આપવા સહિતના અનેક કિસ્સાઓમાં નારાજગી છવાઈ છે. એટલું જ નહિ, મહિલા મોરચામાં પણ જીલ્લા કક્ષાની ટીમમાં કોઈ નવા ચહેરાનો સમાવેશ નહિ થતા મહિલા કાર્યકરોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે!

જીલ્લા ઉપપ્રમુખો

મહેશ ત્રિભુવન પટેલ(દાજી): ઉંમર 60+
જીગીશાબેન પટેલ : ઉંમર 60+
નરેન્દ્ર રોહિત: ઉંમર 50+ (2021થી જીલ્લા પંચાયત સદસ્ય,જુના સંગઠનમાં ST મોરચાના પ્રમુખ)
જીગ્નેશ વસાવા (જીલ્લા પંચાયત સદસ્ય)
રૂપલબેન ગઢવી (સતત ત્રીજી ટર્મથી મુખ્ય હોદ્દાઓમાં )
ઇલાબેન વ્યાસ: ઉંમર 60+

જીલ્લા મહામંત્રીઓ

યોગેશ અધ્યારુ: ઉંમર 53+( અગાઉના સંગઠનમાં પણ મહામંત્રીનો હોદ્દો)
જયદીપસિંહ ચૌહાણ : (કરજણ APMCના ચેરમેન તરીકે હોદ્દો)

જીલ્લા મંત્રીઓ

જનકભાઈ પરમાર-કરજણ (મૂળ કોંગ્રેસના, તાલુકા પંચાયતની ચુંટણી પણ કોંગ્રેસ માંથી લડ્યા હતા. જે બાદ ભાજપમાં આવી ગયા બાદ વાઘોડીયાના એક નેતાના અંગત કામો કરતા થયા, અને સીધો જીલ્લામાં મંત્રીનો હોદ્દો મેળવ્યો હોય તેવી લોકચર્ચા )
અશોકભાઈ ગામેચી : ઉંમર 50+
દક્ષાબેન ઠક્કર (નિમ્ન હાજરી છતાંય રીપીટ હોદ્દો)
મેઘાબેન ભદ્રેશભાઈ પાઠક (ભૂતકાળમાં  મહિલા મોરચા ઉપાધ્યક્ષ હવે નવામાં મંત્રી, પતિદેવ સાવલી નગરપાલિકાના સભ્ય: એક પરિવાર બે હોદ્દા)

મહિલા મોરચો

હીનાબેન મોઢ : ઉંમર 50+
મધુબેન સોલંકી (ભૂતકાળમાં જીલ્લા ઉપાધ્યક્ષ)
વિજયાબેન બારોટ (મહિલા મોરચાના જુના હોદ્દેદાર)
મહિલા મોરચામાં કોઈ ઉભરતા મહિલા કાર્યકરને મુખ્ય જવાબદારીમાં સ્થાન નહિ!

કિસાન મોરચો

પીનલ પટેલ (ડો. બી.જે બ્રહ્મભટ્ટના નજીકના ગણાતા મહેશ પટેલ દાજી કિસાન મોરચાના અધ્યક્ષ હતા તે સમયમાં પીનલ પટેલ મહામંત્રી હતા)
હરીશ રાણા (ડો. બી.જે બ્રહ્મભટ્ટના નજીકના ગણાતા મહેશ પટેલ દાજી કિસાન મોરચાના અધ્યક્ષ હતા તે સમયમાં હરીશ રણા ઉપાધ્યક્ષ હતા.)
ચંદ્રવદન મનુભાઈ પટેલ: ઉંમર 60+ ( વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડીરેક્ટર)

બક્ષીપંચ મોરચો

દેવજી ઠાકોર (એક વ્યક્તિ 2 હોદ્દા- એક પરિવાર ત્રણ હોદ્દા)
દેવજી ઠાકોરને વડોદરા તાલુકા ATVT ગ્રાન્ટના સદસ્યની જવાબદારી હાલ ચાલુ છે. તેમના ભાણીયા કેતન ઠાકોર પાસે વડોદરા તાલુકા મહામંત્રીની જવાબદારી છે. આ સાથે વડોદરા તાલુકામાં કેતન ઠાકોર બહુચર્ચિત પેવરબ્લોક કોન્ટ્રાક્ટર પણ છે.

ડેસર તાલુકામાં નવા સંગઠનનો વિરોધ વણસ્યો

જનસંઘથી પાર્ટીના કાર્યકર્તા એવા નરેન્દ્રસિંહ રાઉલજી ભાજપના ખુબ સીનીયર કાર્યકર્તા છે તેઓએ  સામા પવને પણ પક્ષ માટે કામ કર્યું છે ત્યારે આજે તેઓએ  નવા સંગઠનમાં ડેસર તાલુકાના કાર્યકરોની થયેલી અવગણના મામલે સોશ્યલ મીડિયા પર હૈયાવરાળ ઠાલવી છે. ભાજપની મજબુત વોટબેંક હોવા છતાંય ડેસર તાલુકાના કાર્યકરો સાથે અન્યાય કેમ થાય છે તેવા વેધક સવાલ પૂછ્યા છે. શું ડેસરના કાર્યકરોમાં આવડત નથી તેવા સવાલો સાથે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં સવાલો શરુ કર્યા છે.

Trending

Exit mobile version