Sports
પૂજારા અને ઉમેશ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર:વેસ્ટ ઇન્ડીઝ ટૂર માટે ટીમની જાહેરાત, જયસ્વાલ, ગાયકવાડ અને મુકેશને તક
Published
2 years agoon
આગામી મહિને વેસ્ટ ઈન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચ અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.
યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સ્થાન મળ્યું છે. આ સાથે જ ફાસ્ટ બોલર નવદીપ સૈનીની વાપસી થઈ છે. ટેસ્ટ સિરીઝ માટે અજિંક્ય રહાણેને વાઇસ-કેપ્ટનશિપની જવાબદારી મળી છે.
રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 18 મહિના બાદ ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે. રહાણેએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 89 અને 46 રનની ઇનિંગ્સ રમી હતી.
સંજુ સેમસનની વન-ડે ટીમમાં વાપસી
વિકેટકીપર સંજુ સેમસનની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા છે.
બે ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચોની સિરીઝ
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી રમાશે. આ પછી 20 જુલાઈથી બીજી ટેસ્ટ મેચ રમાશે. વન-ડે સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે, જ્યારે પાંચ મેચની ટી-20 સિરીઝ 3 ઓગસ્ટથી રમાશે.
ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (વિકેટકીપર) અને નવદીપ સૈની.
ભારતીય વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ., યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.