Vadodara
13 વર્ષથી છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપી સુરતના વરાછા વિસ્તાર માંથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
Published
10 months agoon
- માંદગી,અકસ્માત, તંગી જેવા બહાના આપી ફરિયાદીને નકલી સોનું પધરાવીને મોટી રકમ મેળવી પલાયન થઈ ગયો હતો
- પોલીસની ધરપકડથી બચવા નામ બદલીને રહેતો હતો, તેમ છતાંય પોલીસના હાથે લાગી ગયો
નકલી સોનું આપીને લોકો પાસેથી સોનાને બદલે ઉછીના નાણા લઈને ઠગાઈ કરતા ભેજાબાજને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે 13 વર્ષે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ભેજાબાજે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું નામ પણ બદલી નાખ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વર્ષ 2011માં વડોદરાના સીટી પોલીસ મથકમાં પ્રમોદભાઈ વલ્લભભાઈ અણઘણ (પટેલ) વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં ફરિયાદી અને સાહેદો પાસેથી બીમારી,અકસ્માત, તંગી જેવા કારણો બતાવીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને સોનાના ઢાળ ચઢાવેલા દાગીના આપીને ઉછીના રૂપિયા મેળવ્યા હતા. જે બાદ ભેજાબાજ રૂપિયા મેળવીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સીટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હામાં પોલીસે તેની શોધખોળ આરંભી હતી. જોકે તે પોલીસના હાથે લાગ્યો ન હતો.
જયારે ક્રાઈમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે ઠગાઈના કેસમાં વોન્ટેડ આરોપી નામ બદલીને સુરતમાં રહે છે. જેથી પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવીને પ્રમોદભાઈ વલ્લભભાઈ અણઘણને વરાછા વિસ્તારના શાશ્વત ફ્લેટ માંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુરતના સરથાણા પોલીસ મથકમાં વર્ષ 2019માં તેના વિરુદ્ધ વધુ એક છેતરપીંડીનો ગુન્હો નોંધાયેલો છે. જે કેસમાં પણ આરોપી હાલ વોન્ટેડ છે.
આરોપી પ્રમોદભાઈ વલ્લભભાઈ અણઘણે વડોદરા શહેરના નારાયણ ગાર્ડન રોડ પર કલ્પપવિત્રા એપાર્ટમેન્ટમાં પણ મકાન રાખીને રેહતો હતો. સાથે સાથે સુરતમાં પણ વસવાટ કરતો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડે વડોદરાના 13 વર્ષ જુના અને સુરતના 5 વર્ષ જુના કેસમાં વોન્ટેડ આરોપીને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ