Vadodara
ઇન્સ્ટાગ્રામ લાઈવ પર ભગવાન શ્રીરામ માટે અભદ્ર ટિપ્પણી કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવ્યા
Published
11 months agoon
ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારા ની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરવતા જતીન પટેલે દુકાન માંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર લાઈવ કર્યું હતું.
આ લાઈવમાં પાદરાના શાહિદ નામના યુવકે ભગવાન શ્રીરામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટના પડઘા શહેરના નવાપુરા વિસ્તારમાં પડયા હતા. નવાપુરા પોલીસ મથકની સામેના ભાગે ગત મોડી રાત્રે કૉમેન્ટની અદાવત રાખીને હિન્દૂ મુસ્લિમ ટોળાઓ સામસામે આવી ગયા હતા. અને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારામાં વાહનોનો તોડફોડ પણ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ કૉમેન્ટને કારણે સર્જાયેલી તંગદિલીમાં પોલીસે રાત્રે જ પાદરાના શાહિદ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પોલીસ મથકની બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનામાં DCP સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ