વડોદરામાં ગાત્રો થીજવતી ઠંડીમાં તસ્કરો નું સામ્રાજ્ય પોલીસના નાઈટ પેટ્રોલીંગ ના તસ્કરો ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ શહેરના એક પછી એક ચોરીની વારદાતને અંજામ આપી છે ત્યારે શહેરના છેવાડેલ આવેલ ભાયલી વિસ્તારમાં રહેતા યુ.પી.એસ.સી ના ક્લાસ ચલાવતા શિક્ષક રતલામ ખાતે કાકાના દિકરાનું લગ્ન હોય મકાનને તાળું મારી પરિવાર સાથે કાકાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રતલામ ગયા અને તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહીત રૂ. 1.10 લાખ ઉપરાંતની માલમતાની ચોરીની વારદાતને અંજામ આપી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઇન્દોરના રહેવાસી અને હાલ શહેરના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં નિલામ્બર આર્કો માં રહેતા તેમજ શહેરના ફતેગજમાં ચહેલ એકેડેમી યુ.પી.એસ.સી ના ક્લાસ ચલાવતા 30 વર્ષીય શિક્ષક સૃજનભાઈ સુરેશભાઈ સોની ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ સવારના મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પત્નિ લિક્ષિન્તા બેન અને માતા સપના બેન સાથે પોતાની ગાડી લઇ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કાકાના દિકરાના લગ્ન હોય ઈન્દોર જવા નીકળ્યા હતા અને કાકાના દિકરાના લગ્ન હોય ત્યાં જ રોકાઈ ગયા હતા
ઇન્દોર થી કાકાના દીકરીના લગ્નમાં હાજરી આપી પરિવાર સાથે ઘરે પરત ફરેલ શિક્ષક સૃજનભાઈ સુરેશભાઈ સોની ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોઈ ચોકી ઉઠયા હતા અને ઘરમાં પ્રવેશી તપાસ કરતા બેડરૂમમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઉપરના બેડરૂમમાં મુકેલ લાકડાની અલમારીમાં આવેલ ડ્રોવરમાં મુકેલ રૂ. 1,10,600ની કિંમત ના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા જેથી શિક્ષક સૃજનભાઈ સુરેશભાઈ સોનીએ તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.